ગુજરાતમાં મતદાર જાગૃતિ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ તેમજ અર્જુન એવોર્ડ વિજેતા એવી ગુજરાતની દીકરી ભાવિના પટેલની સ્ટેટ આઇકોન તરીકે નિયુક્તિ કરી છે. દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને ચૂંટણી પ્રક્રિયા તથા મતદાનમાં તેમની સહભાગિતા વધે તેવા ઉદ્દેશથી ભાવિના પટેલની સ્ટેટ આઇકોન તરીકે પસંદગી કરવામાં આવી છે.
ભાવિના પટેલ ચૂંટણી પંચનાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં, મતદારોમાં જાગૃતિ લાવવા સ્ટેટ આઇકોન તરીકે પસંદગી
Date: