રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગુજરાતમાં વધતા કોરોના-એમિક્રોનના કેસ સામે સ્કૂલો બંધ રાખવાની માગ થઇ રહીં છે. તેને આડકતરીરીતે ફગાવી દેતા કહ્યું હતુ કે, કોરોના સામે હિંમતથી લડવાનું છે, તકેદારી રાખવાની છે, સાવધાની રાખવાની છે. કોરોના સામેની તકેદારી રાખવા માટે શિક્ષણ વિભાગે એક પરિપત્ર કરશે. શિક્ષણ મંત્રીના આદેશના પગલે શિક્ષણ વિભાગ રવિવારે પણ ચાલુ રહ્યો હતો અને તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરીને શાળાઓ્ને તકેદારી માટે કયાં પગલા ભરવા તેની સૂચના આપી હતી.
ધો. 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચના
1. તમામ સ્ટાફ દ્વારા વેક્સિનના બંન્ને ડોઝ સુનિશ્ચિત કરવું.
2. કોઇપણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો
3. વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારનો રોગ દેખાય તો જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરવાની રહેશે.
4. વાલીઓએ પણ પરિવારમાં કે બાળકમાં સંક્રમણ જણાય તો શાળાએ મોકલવું નહીં.
5. શાળાએ ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રાખવાની રહેશે.