Saturday, September 26, 2026
HomeGujaratગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાંની આગાહી, ઘઉં,રાયડો,ચણા,એરંડા,જીરું જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ

ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાંની આગાહી, ઘઉં,રાયડો,ચણા,એરંડા,જીરું જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે ઉત્તર ભારતના અનેક રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. તેની આંશિક અસર ગુજરાતમાં પણ થશે. ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. ઠંડીમાં વધઘટ થવાની સાથે આગામી 27 ડિસેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. માવઠાની આગાહી થતાં જ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયાં છે.

પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, માવઠાની અસર ઓસરતાં જ રાજ્યમાં 29 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ જશે. શુક્રવારે રાત્રે 12.4 ડિગ્રી સાથે વડોદરા ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં 14.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં 14 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહી શકે છે. 29 ડિસેમ્બરથી અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડા પવનનું જોર ઘટતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો વધીને 14થી 19 ડિગ્રી વચ્ચે પહોંચ્યો છે. તેમાંય અમદાવાદના લઘુતમ તાપમાનમાં બે દિવસમાં 5 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે.હવામાનના આંકડા મુજબ, શુક્રવારે અમદાવાદમાં વહેલી સવારે તડકો નીકળ્યા બાદ બપોર પછી વાદળિયું વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદમાં બુધવારે સિઝનનું સૌથી નીચું 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ ક્રમશ ઠંડીનો પારો વધ્યો હતો, અને છેલ્લાં 2 દિવસમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી વધીને 14.6 ડિગ્રી પહોંચ્યું હતું. જોકે 28 ડિસેમ્બર સુધી અમદાવાદમાં ઠંડીનું જોર વધવાની શક્યતા નહિવત છે.રાજસ્થાનના ઉત્તર-પૂર્વિય ભાગમાં રચાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જેના કારણે 5 શહેરોના લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો આવતાં ઠંડી અચાનક ગાયબ થઇ ગઇ છે. 16 દિવસ બાદ ઉ. ગુ.માં ઠંડીનો પારો 15 ડિગ્રી પાર પહોંચ્યો છે. કૃષિ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, જો પાંચેક દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો, જીરૂ અને વરિયાળીને ફુગજન્ય રોગ લાગવાની શક્યતા છે. માવઠું થશે તો બટાટામાં ફુગજન્ય અને બેક્ટેરિયા જન્ય રોગ આવી શકે છે.બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉં, રાયડો, એરંડા, જીરું, ચણા સહિતના રોકડીયા પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. જેમાં ચાલુ વર્ષે રવીપાકના વાવેતરમાં સૌથી વધુ 1.63 લાખ હેક્ટર જમીનમાં રાયડો, 1.17 લાખ હેકટર જમીનમાં ઘાસચારો, 61 હજાર હેકટર જમીનમાં ઘઉં, 58 હજાર હેક્ટર જમીનમાં બટાકા, 50 હજાર હેકટર જમીનમાં જીરાનું તેમજ 6 હજાર હેકટર જમીનમાં શાકભાજી સહિત અન્ય પાકો મળીને જિલ્લામાં કુલ 4.75 લાખ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here