અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ડોક્ટરોમાં પણ કોરોના સંક્રમિત થવાનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ-અસારવામાં 9 જ્યારે એલીજી હોસ્પિટલમાંથી 1 ડોક્ટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ત્રણ રેસિડેન્ટ ડોક્ટર્સ બીજીવાર કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત સર્જીકલ વિભાગના એક ડોક્ટર પણ કોરોના સંક્રમિત થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ઓફિસમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. જેમાં પબ્લિક રિલેશન ઓફિસરનો સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે,સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસ અંગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરાઇ નથી. એલજી હોસ્પિટલના ડોક્ટર કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે એસવીપીમાં દાખલ કરાયા છે.અમદાવાદની ખાનગી હોસ્પિટલોના કેટલાક ડોક્ટરો પણ કોરોના સંક્રમિત થયા છે. પરંતુ તેના અંગે હજુ સુધી સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી. બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના કુલ 14 દર્દીઓ સારવાર હેઠળ છે.રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5396 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે બે મોત થયા છે. અમદાવાદમાં 2311 નવા કેસ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં 2281 કેસ, સુરત શહેરમાં 1350 કેસ, વડોદરા શહેરમાં 239, રાજકોટ શહેરમાં 203, વલસાડમાં 142, આણંદમાં 133, ખેડામાં 104, સુરત જિલ્લામાં 102, ગાંધીનગર શહેરમાં 91, રાજકોટ 69, રાજકોટ જિલ્લામાં 69, ભાવનગર શહેરમાં 51, ભરૂચમાં 50, નવસારીમાં 49 કેસ નોંધાયા છે.