Happy Birthday: રાજ્યમાં ડ્રગ્સ સામે જંગે ચડનારા હર્ષ સંઘવી એક સમય હતા ચેન સ્મોકર

0
11
હર્ષ સંઘવી સુરતનાં સુખી સંપન્ન પરિવાર માંથી આવે છે. હર્ષ સંઘવીએ પોતાની રાજકીય કારકિર્દી સત્તાવાર હોદ્દો વર્ષે 2010-11 માં ભાજપ યુવા મોર્ચાનાં મહામંત્રી તરીકે સંભાળ્યો.
હર્ષ સંઘવી સુરતનાં સુખી સંપન્ન પરિવાર માંથી આવે છે. હર્ષ સંઘવીએ પોતાની રાજકીય કારકિર્દી સત્તાવાર હોદ્દો વર્ષે 2010-11 માં ભાજપ યુવા મોર્ચાનાં મહામંત્રી તરીકે સંભાળ્યો.

ભુપેન્દ્ર પટેલ સરકરમાં યુવા મંત્રી તરીકે જવાબદારી સાંભળતા સુરત મજુરા વિધાનસભા ના ધારાસભ્ય હર્ષ સંઘવી નો આજે 37 મો જન્મ દિવસ છે. હર્ષ સંઘવી સુરતનાં સુખી સંપન્ન પરિવાર માંથી આવે છે. હર્ષ સંઘવીએ પોતાની રાજકીય કારકિર્દી સત્તાવાર હોદ્દો વર્ષે 2010-11 માં ભાજપ યુવા મોર્ચાનાં મહામંત્રી તરીકે સંભાળ્યો. ત્યાર બાદ ગુજરાત ના યુવા ધારાસભ્ય અને રાષ્ટીય ભારતીય જનતા પાર્ટીમાં પણ મહામંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે કામ કરી ચુક્યા છે.માત્ર 15 વર્ષે ની ઉંમરે હર્ષે સંઘવી પોતાના પિતાની કંપનીને સંભાળતા થયા હતા.ધોરણ 10 ના અભ્યાસ દરમ્યાન પિતા રમેશ ભાઈ સંઘવી તેમના માતાની સારવાર અર્થે હોસ્પિટલ માં હોવાથી પોતાનો અભ્યાસ છોડી પરિવારની ડાયમંડ કંપની ગિરનાર કોર્પોરેશન સંભાળતા થયા હતા. હર્ષ સંઘવીનાં પરિવારમાં ચાર બહેન અને એક ભાઈ છે. પોતે 10 ધોરણ નાપાસ છે. પરંતુ તેમની બન્ને મોટી બહેનો એ ઉચ્ચ અભ્યાસ કર્યો છે.સુરતનાં શ્રીમંત પરિવાર માંથી આવતા હર્ષે સંઘવી ગૌવ ગંગા યાત્રા કાર્યક્રમ મીડિયા કન્વીનર તરીકે કામ કરી પોતાની રાજકીય પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.વર્ષે 2006 માં ભારત સુરક્ષા યાત્રા દરમ્યાન પણ કામગીરી કરી હતી. વર્ષે 2012 માં હર્ષે સંઘવી ગુજરાત  સૌથી યુવા ધારાસભ્ય તરીકે મંજુરા વિધાનસભા માંથી ચૂંટણી જીત્યા હતા. તે સમયના તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ હર્ષે સંઘવીને વિધાનસભાની ટીકીટ આપી હતી.આજે હર્ષે સંઘવી એ ગુજરાતનાં યુવા ગૃહ મંત્રી છે. ગૃહ મંત્રી બનતાની સાથે જ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા તેમણે અભ્યાન ચાલુ કરી દીધું છે. હર્ષે સંઘવી કહે છે કે એક સમયે તે પણ સિગારેટનાં વ્યસની હતા. પરંતુ નરેન્દ્ર મોદીનાં કહેવાથી સિગારેટનું વ્યસન છોડી દીધું હતું. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં હર્ષે સંઘવી 10 ફેલ ગૃહ મંત્રી છે. પરંતુ લોકોને જાણી ને નવાઈ લાગશે કે ભુપેન્દ્ર પટેલ સરકારમાં અંગ્રેજીમાં કડકડાટ વાતો કરનાર આંગળીનાં વેઢે ગણાતા મંત્રીઓમાં તેમનો સમાવેશ થાય છે. હર્ષે સંઘવી 16 થી વધુ દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે.