યુક્રેનથી ભારત સરકારનું મોટું એરલિફ્ટ મિશન શરૂ થઈ ગઈ ગયું છેયુક્રેનથી ગઈકાલે ભારતના 470 વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બાયરોડ આ વિદ્યાર્થીઓને પાડોશી દેશ રોમાનિયા લઈ જવામાં આવ્યા હતા. રોમાનિયાથી આજે એર ઇન્ડિયાની બે ફ્લાઇટ આ વિદ્યાર્થીઓને લઈને રવાના થઈ રહી છે. આ 470 વિદ્યાર્થીઓમાં ગુજરાતના 56 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સરકારે 56 વિદ્યાર્થીઓની યાદી જાહેર કરી છે.રોમાનિયાના બુખારેસ્તથી ટેકઓફ થનારી ફ્લાઇટ રાતે 8.00 વાગ્યાની આસપાસ મુંબઈ એરુપોર્ટ પર આવી પહોંચશે. મુંબઈ એરપોર્ટથી ગુજરાત લાવવા માટે આ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે બે બસ રવાના કરે છે. સરકારે Suratથી બે વોલ્વો બસ રવાના કરી છે.ભારત સરકારના સત્તાવાર સમાચાર મુજબ શુક્રવારે મોડી સાંજે ભારતના 470 વિદ્યાર્થીઓને બાય રોડ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ 470 વિદ્યાર્થીઓમાં 56 વિદ્યાર્થીઓ ગુજરાતના પણ છે. ભારતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદન બાગચીએ એ આ અંગે સત્તાવાર ટ્વીટ કરીને માહિતી આપી છે.ભારત આવી રહેલા વિદ્યાર્થીઓમાં દિલ્હી અને મુંબઈ એમ બે અલગ અલગ ફ્લાઇટ આવશે. દિલ્હી આવનારી ફ્લાઇટના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના રેસિડેન્ટ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે અને મુંબઈથી આવનાર વિદ્યાર્થીઓને જિયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે.