LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની LIC નો આઈપીઓ આ મહિલા ખુલશે. સરકારની યોજના આઈપીઓનું લિસ્ટિંગ પણ આ જ વર્ષે એટલે કે માર્ચ મહિનામાં કરાવવાની છે. જોકે, હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સરકાર આઈપીઓનું લિસ્ટિંગ આવતા મહિને એટલે કે આવતા નાણાકીય વર્ષ સુધી ટાળી શકે છે. આ અંગે માહિતી ધરાવતા સૂત્રએ CNBC-TV18 ને જણાવ્યું હતું કે આ અઠવાડિયે સરકાર એક બેઠક કરી શકે છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે એલઆઈસીનું લિસ્ટિંગ આ વર્ષે એટલે કે માર્ચ મહિનામાં થશે કે નહીં.
આ મામલે જાણકારી રાખતા એક સરકારી સૂત્રએ પણ જણાવ્યું કે, “LIC ના લિસ્ટિંગ અંગે નિર્ણય આ જ અઠવાડિયે યોજાનારી બેઠક દરમિયાન લેવામાં આવશે.”હિન્દુ બિઝનેસ લાઈનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જે કહ્યું હતું તેને આધાર માનીને અધિકારીએ કહ્યુ કે, વૈશ્વિક સ્થિતિને જોતા IPO ના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે.નાણા મંત્રીએ એક અંગ્રેજી વર્તમાનપત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આમ તો હું પહેલાની યોજના પ્રમાણે જ જવા માંગું છું. પરંતુ જો વૈશ્વિક સ્થિતિ બગડે છે તો આઈપીઓના સમય અંગે ફરીથી વિચાર કરી શકાય છે. ભારતીય માર્કેટ પર પણ તેનો આધાર છે.”ઉલ્લેખનીય છે કે LIC એ આઈપીઓ માટે 13મી ફેબ્રુઆરીના રોજ સેબી સમક્ષ DRHP રજૂ કર્યું હતું. સરકાર એલઆઈસીના આઈપીઓ મારફતે કંપનીના પાંચ ટકા ભાગીદારી વેચી રહી છે. આ માટે સરકાર 31.62 કરોડ શેર જાહેર કરશે.હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને પગલે દુનિયાભરના બજારમાં ઘટાડો આવ્યો છે. આ સાથે જ ક્રૂડ અને ઓઇલની કિંમત પણ પ્રતિ બેરલ 100 ડૉલરને પાર નીકળી ગઈ છે. ગોલ્ડમેન સાક્સના જણાવ્યા પ્રમાણે આગામી એક મહિનામાં ક્રૂડનો ટાર્ગેટ 115 ડૉલર પ્રતિ બેરલ છે.