સોનાની કિંમત 50,100 રૂપિયા ઉપર પહોંચી, આઠ મહિનાની સૌથી ઊંચી સપાટી

0
10
આજે સવારે 10:50 વાગ્યે મલ્ટી કોમોડિટે એક્સચેન્જ પર એપ્રિલ ડિલિવરી વાળા સોનાની કિંમતમાં 0.52 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો
આજે સવારે 10:50 વાગ્યે મલ્ટી કોમોડિટે એક્સચેન્જ પર એપ્રિલ ડિલિવરી વાળા સોનાની કિંમતમાં 0.52 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો

મુંબઇ: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ વચ્ચે સોનાની કિંમત આઠ મહિનાની ઊંચી સપાટી પર પહોંચ્યા છે. આજે સવારે 10:50 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ ડિલિવરી વાળા સોનાની કિંમત માં 0.52 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ચાંદીની કિંમત માં 0.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનાની કિંમત આજે 51,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવામાં આવી છે.સોના અને ચાંદીની કિંમતમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. આજે 10 ગ્રામ સોનાની કિંમતમાં 264 રૂપિયા એટલે કે 0.52 ટકાનો ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર આજે સોનું 50,128 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીની વાત કરીએ તો પ્રતિ કિલોગ્રામ કિંમતમાં 185 રૂપિયા એટલે કે 0.29 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે એમસીએક્સ પર ચાંદી 63,676 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું.સોનાની સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. ગુરુવારે સોનાએ આઠ મહિનાની સૌથી ઊપરની સપાટીને સ્પર્શ કરી હતી. રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને પગલે બુધવારે સોનાની કિંમતમાં વધારો થયો હતો.વર્ષ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. આજે સવારે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 50,128 રૂપિયા છે, મતલબ કે સોનું રેકોર્ડ કિંમતથી 6,072 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.રિલાયન્સ સિક્યોરિટીઝના સીનિયર રિસર્સ એનાલિસ્ટ શ્રીરામ અયરનું કહેવું છે કે, “ટેક્નિકલી જો MCX એપ્રિલ ટ્રેડ 50,130ના સ્તરથી ઉપર રહે છે તો સોનામાં ભવિષ્યમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળી શખે છે. સોના માટે રેજિસ્ટન્સ ઝોન 50,500-50,700 રૂપિયા છે. સોના માટે નીચેથી સપોર્ટ ઝોન 49,820-49,500 રૂપિયા છે.”