રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષ લોકોને રિઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે મંગળવારે પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતુ. ત્યારે વડોદરામાં ભાજપના કાર્યકર્તાઓને આહ્વાન કરતા સી. આર પાટીલે પણ ભરતસિંહ સોલંકી પર પ્રહાર કર્યો છે. પાટીલે પ્રહાર કરતા જણાવ્યુ કે, તેમને મેન્ટલ હોસ્પિટલમાં સારવારની જરૂર છે.પાટીલે પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ગઇકાલે કોંગ્રેસના એક આગેવાને રામ મંદિર પર નિવેદન આપ્યું હતું. મને એમ લાગે છે કે, તેમને મેન્ટલ હોસ્પિટલમાં લઇ જઇને ચેકઅપ કરાવવાની જરૂર છે. એ હિંદુ ધર્મના ભાઇ બહેનો સાથે રમત રમવાનું બંધ કરે. હું તેમને અહીંયાથી વોર્નિંગ આપું છું કે, જો તેઓ આવું વારેવારે કરશે તો આ હિંદુ પ્રજા તેમને પાઠ ભણાવશે. તે એમને જાણી લેવાની જરૂર છે.નોંધનીય છે કે, વટામણમાં ભરતસિંહ સોલંકીએ વિવાદીત નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, ભાજપે રામના નામે લોકોને છેતરવાનું કામ કર્યુ છે. રામ મંદિરના નામે પૈસા ઉઘરાવનારી પાર્ટી છે. રામ મંદિરના નામે ઘરે ઘરે જઇને પૈસા ઉઘરાવાતા હતા. મારી ભોળી બહેનો રામ મંદિરની ભેગી કરેલી શિલાઓને તિલક કરે, માથે મૂકે, શીલાને વાજતે ગાજતે ગામના પાદરે લઇ જઇને પાદરે મૂકી જાય. તેઓ મનમા વિચારતા કે હાંશ, હવે અમારું રામ મંદિર બંધાશે. પરંતુ એની પર કૂતરા પેશાબ કરતાં થઇ ગયા. વિચાર કરો જે રામને છેતરે તે આપણને છેતર્યા વગર રહે ખરા?
રામ મંદિર પર ભરતસિંહના વિવાદિત નિવેદન પર પાટીલનો પ્રહાર: ‘તેમને મેન્ટલ હોસ્પિટલમાં ચેકઅપની જરૂર છે’
Date: