અમદાવાદઃ આજે વહેલી ‘જય જગન્નાથ’ના નાદ સાથે મંદિર પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. રથમાં આરુઢ ભગવાન જગન્નાથની CM અને Dy.CMએ પહિંદવિધિ કરી હતી અનેનીજ મંદિરથી રથ નગરચર્યા માટે નીકળ્યા હતા. પ્રથમ રથ જગન્નાથનો, બીજો રથ સુભદ્રાજી, ત્રીજા નંબરે મોટા ભાઈ બલભદ્રજીનો રથ છે. રથયાત્રા એક કલાક મોડી શરૂ થઈ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળ સરસપુર પહોંચી હતી. મોસાળમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મામેરાંમાં મોસાળવાસીઓ મનમૂકીને નાચ્યા હતા. મામેરુંમાં સરસપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ પહેલા રથયાત્રા મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાયકવાડ હવેલી, જમાલપુર દરવાજા, ખાડીયા, રાયપુર સહિતના વિસ્તારમાં ફરીને સરસપુર પહોંચી હતી. સરસપુરમાં ભાણી-ભાણેજનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રાયપુર પહોંચેલી રથયાત્રાનું જાણે મેઘરાજાએ સ્વાગત કર્યું હોય તેમ અમી છાંટણા થયા હતા. સરસપુરમાં મારેરું ભરાયા બાદ હવે કાલુપુર થઇને રથયાત્રા દરિયાપુર જવા નિકળી હતી. ગૃહમંત્રી પહેલીવાર રથયાત્રામાં દરિયાપુર પહોંચ્યા હતા. દરિયાપુરથી નિકળી રથ પર સવાર ભગવાન જગન્નાથ દિલ્હી ચકલા પહોંચ્યા અને ત્યાંથી પસાર થઇ શાહપુરથી નીકળી ત્રણેય રથ ઘી કાંટા પહોંચ્યા હતા. ઘી કાંટાથી નીકળ ત્રણેય રથ પાનકોરનાકા પહોંચ્યા હતા. રાત્રે ૮:૨૦ કલાકે રથયાત્રા ત્રણેય રથ સાથે નિજ મંદિર પરત ફરી હતી.
– રાત્રે ૮:૨૦ કલાકે રથયાત્રા ત્રણેય રથ સાથે નિજ મંદિર પરત ફરી હતી
– તમામ સંવેદનશીલ વિસ્તારો શાંતિપૂર્ણ રીતે પાર કરીને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નિજ મંદિર પહોંચી
– ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના રથ નિજ મંદિર તરફ રવાના
– રથ શાહપુર અડ્ડા પાર નીકળ્યા, મેટ્રોનું કામ ચાલતું હોવાથી રથ સિવાયની યાત્રા ફટાફટ રવાના કરાઈ
– રથયાત્રાએ દરિયાપુર પાર કર્યું, શાહપુરમાં પ્રવેશ કર્યો
– પ્રેમ દરવાજાથી દરિયાપુર તરફ નીકળ્યા ત્રણેય રથ
– મોસાળ સરસપુરથી ભગવાનના રથ નિજ મંદિર તરફ આવવા રવાના
– સરપુરમાં લાખો ભક્તો રથયાત્રાનો મહાપ્રસાદ લઈ તૃપ્ત થયા
– સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સામૈયું-મામેરું કરવામાં આવ્યું, ભાણેજ મોસાળમાં મહાલ્યા
– સરસપુર રણછોડરાયજી મંદિરે ભગવાનના રથ પહોંચ્યા, લોકોમાં ભાણેજને વધાવવા માટે અનેરો આનંદ
– સરસપુરમાં ભગવાનને ધરાવાશે સખડી ભોગ, ભક્તો પણ મહાપ્રસાદનું ભોજન લેશે
– રાયપુરમાં રથયાત્રા પર થયા અમી છાંટણા, રથયાત્રામાં વરસાદને શુકનવંતો ગણાય છે
– ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીના રથ પર મેઘરાજાએ વરસાવ્યું હેત
– ગજરાજની સવારી સરસપુર આવી પહોંચી
– રથયાત્રામાં 18થી વધુ ગજરાજની શોભામાં અભિવૃદ્ધિ
– 18 ભજન મંડળીઓ, 30 અખાડાઓ, 3 બેન્ડવાજા અને 101 વિવિધ થીમના ટ્રક ટેબ્લોનું આકર્ષણ
– ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રનો રજવાડી ઠાઠ
– રથને ખલાસીઓ દ્વારા પગપાળા ખેંચીને લઈ જવામાં આવે છે
– હજારો ભક્તો ભગવાનની 141મી રથયાત્રાના સાક્ષી બની ધન્ય
અષાઢ સુદ બીજના રોજ ગજ કેસરી યોગ અને પવિત્ર પુષ્ય નક્ષત્રમાં અમદાવાદ જમાલુપર મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો હર્ષોલ્લાસ સાથે રંગેચંગે પ્રારંભ થયો. સવારના મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના નેત્રો ખોલવામાં આવ્યા હતા. રજવાડી વાઘા અને સાજા શણગાર સાથે સવારે છ વાગ્યાથી ભગવાનને રથમાં આરૂઢ કરાયા હતા ત્યારદમાં સાત કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.
રથયાત્રાનો રૂટ: રથયાત્રા સવારે 7 વાગ્યે જગન્નાથજીના મંદિરથી શરૂ થઈ જમાલપુર દરવાજા, ખમાસા ચોકી, રાયપુર ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર 12 વાગ્યે પહોંચશે, થોડા વિશ્રામ બાદ 1.30 કલાકે પરત માર્ગ ઉપર પ્રેમ દરવાજા, દરિયાપુર, જોર્ડન રોડ, દિલ્લી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર અડ્ડા, આર.સી. હાઈસ્કુલથી દિલ્લી ચકલા પરત આવી ઘી કાંટા ચાર રસ્તાથી પાનકોર નાકા અને ખમાસા થઈ રાત્રે 8.30 કલાકે પરત જગન્નાથ મંદિર પહોંચી ગઇ હતી.