નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ફરીથી વધારો કર્યો છે. આ વખતે 50 આધાર અંકો (0.5) ટકાનો વધારા કરાયો છે. રેપો રેટ વધીને 4.90 ટકા થઇ ગયો છે. બુધવારે ખતમ થયેલી પોતાની બાય-મંથલી બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં સેન્ટ્રલ બેંકે આ વિશે જાણકારી આપી હતી. રેપો રેટ વધવાથી તમામ પ્રકારની લોન હવે મોંઘી થશે. સામાન્ય નાગરિકો પર EMI નો ભાર પહેલાના મુકાબલે વધારે પડશે.આરબીઆઈએ પોલિસી રેપો રેટને 50 આધાર અંક વધારીને 4.90% કરી દીધો છે. જ્યારે સ્થાયી જમા સુવિધા (SDF) દરને 4.15% થી વધારીને 4.65% અને માર્જિનલ સ્ટેંડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટને 4.65% થી વધારીને 5.15% પર એડજસ્ટ કર્યા છે.આરબીઆઈ દ્વારા રેપો રેટ વધારવાથી હોમ અને કાર લોનની સાથે અન્ય લોનની ઇએમઆઈ વધી જશે. કારણ કે બેંક વધારેલા રેપો રેટનો બોઝ સીધો ગ્રાહકો પર નાખશે. રેપો રેટ વધવાની અસર સેવિંગ બેંક એકાઉન્ટ અને એફડી ઉપર પણ પડશે. બેંક પોતાના સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ જમા પર વ્યાજ દર વધારી શકે છે. આ પહેલા 4 મે ના રોજ રેપો રેટમાં વૃદ્ધિ પછી તમામ બેંકોએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરમાં વધારો કર્યો હતો.રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચૂકવવું પડે. અને જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચૂકવવો પડે.