રાજકોટ : રાજકોટમાં આજે કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરેથી સવારે 8.30 વાગ્યે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રથાયત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અને ઠેરઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગતકરવામાંઆવ્યું હતું. રાજકીય નેતાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારે રથયાત્રામાં કોમી એકતા ના દર્શન પણ જોવા મળ્યાહતા.મુસ્લીમ બિરાદરો દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.રાજકોટની રથયાત્રાનું 16મું વર્ષ છે. સવારે 8.30 વાગ્યે રથયાત્રા પ્રસ્થાન થાય છે અને સાંજે નિજ મંદિરમાં પરત ફરે છે. બપોરે 2થી 2.30 વાગ્યે ભૂપેન્દ્ર રોડ પર મામેરાની વિધિ થાય છે. અહીં જમણવાર કરી રથયાત્રા આગળ પ્રસ્થાન કરે છે. કોરોનાને કારણે બે વર્ષથી રથયાત્રા બંધ હતી. પરંતુ આ વર્ષે રથયાત્રાનું આયોજન થતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદિકાળથી આ પરંપરા ચાલી આવી છેકૈલાસધામ આશ્રમ નાનામવાથી વહેલી સવારેભગવાન જગન્નાથજીનીરથયાત્રાનો જય જગન્નાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો. ગામો ગામના સંતો-મહંતો, રાજકીય, સામાજીક, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ રથયાત્રામાં જોડાયા હતા. નાના મોવાથી મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, નીલ-દા-ધાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક,પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સરકાર મેઈન રોડ, નારાયણનગર, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયરબ્રિગેડ, ચંદ્રેશનગર મેઈન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઈન રોડ, સર્કલ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક થઈને કૈલાશધામ આશ્રમ-નીજ મંદિરે સંપન્ન થઈ હતી.રાજકોટના મુસ્લીમ અગ્રણીહબીબ ગનીભાઈ કટારીયાએ જણાવ્યુ હતું કેઆ વર્ષે 16મી રથયાત્રા નીકળી છે. દર વર્ષે અમે મુસ્લીમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત અને સંતોનું સન્માન કરતા આવ્યા છીએ. રાજકોટમાં પરશુરામ જયંતી હોય, રામનવમી હોય કે આઠમે નીકળતી રથયાત્રા હોય દરેકેદરેક રથયાત્રામાં અમે તેનું હર્ષભેર અને ઉલ્લાસથી સ્વાગત કરીએ છીએ. આજે ઉર્ષમુબારક અને ઇદ પણ આવતી હોય ત્યારે કોમી એકતા અને ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ રાજકોટમાં જોવા મળતું હોય છે. રાજકોટ એક એવું શહેર છે કે જ્યાં દરેક તહેવારો હળીમળીને ઉજવાય છે.વધુમાં જણાવ્યું હતું કે, મોહરમમાં પણ અમને હિન્દુ ભાઇઓનો આર્થિક દરેક રીતે સહયોગ મળે છે. હિન્દુ-મુસ્લીમ સાથે મળીને ખભેખભો મિલાવીને દિવાળી હોય કે ઇદ હોય, મોહરમ હોય કે માતાજીના નોરતા અમે હળીમળીને તહેવારો ઉજવીએ છીએ એનું અમને ગૌરવ છે. ઇદના દિવસે અલ્લાહ પાસે અમે દુઆ કરીએ છીએ કે, રાજકોટની શાંતિ હંમેશા યથાવત રહે. આ સાથે જ ભીલ સમાજનાવાસ્વીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આજે અષાઢી બીજની રથયાત્રાના સ્વાગત માટે અમે ભીલવાસ ચોક તરફથી આવ્યા છીએ. બે વર્ષ બાદ કોરોના પછી આ રથયાત્રા નીકળી છે તો બધાને આશીર્વાદ મળે. દેશમાં સુખ-શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે તેવી પ્રાર્થના કરું છું.