મુંબઈ : એક્ટર રણબીર કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ શમશેરાના પ્રમોશન માટે એક રસપ્રદ રીત શોધી કાઢી છે. એક્ટર YRF સાથે મળી 3 એપિસોડની ‘આરકે ટેપ્સ’ નામની સિરીઝ લાવ્યો છે. આ સિરીઝના એક એપિસોડમાં રણબીરે જણાવ્યું કે, તેના પિતા રિશી કપૂર તેણે કહેતા હતા કે, જે પ્રકારની ફિલ્મો રણબીર કરે છે, તેનાથી તે ક્યારે પણ નેશનલ સ્ટાર નહીં બની શકે. તે જ સિરીઝના પહેલા અને બીજા એપિસોડમાં રણબીરે પોતાના ફિલ્મોમાં ઈન્ટરેસ્ટ અને ફેવરેટ એક્ટર્સ વિશે પણ વાત કરી છે.સિરીઝના બીજા એપિસોડમાં રણબીરે કહ્યું કે, જ્યારે હું નાનો હતો ત્યારે અમિતાભ બચ્ચન જેવો બનવા માગતો હતો અને જ્યારે મોટો થયો તો શાહરૂખની જેમ. મારી દરેક વસ્તુમાં મારા ફેવરેટ એક્ટર્સની ઝલક જોવા મળે છે. એ પછી મારી વાત કરવાની રીત હોય કે મારા કપડા પહેરવાની સ્ટાઈલ.એક્ટરે આગળ જણાવ્યું કે, મારી કરિયરની શરૂઆતમાં, હું એવી જ ફિલ્મો પસંદ કરતો હતો જે મારા ફેવરેટ એક્ટર્સ કરતા હતા. મને યાદ છે કે મારા પિતા મને કહેતા હતા કે હું જે ફિલ્મો કરું છું તે સારી છે, પરંતુ તેનાથી હું નેશનલ સ્ટાર નહીં બની શકું. આભાર છે કે મારી ફિલ્મો ઓડિયન્સને પસંદ આવી, પરંતુ હવે મને સમજાયું કે તેઓ શું કહેવા માગતા હતા.દોઢ મિનિટના આ વીડિયોમાં રણબીરે કહ્યું, આજે પણ જ્યારે હું મારા ફેવરેટ એક્ટરને જોવું છું તો હું હંમેશાં તેમને લો એંગલથી થી જોઉં છું. હું ક્યારેય મારી જાતને તેમની સમકક્ષ નથી જોતો. જો હું તેમના જેવો બે પરસન્ટ પણ બની જઉં તો મારું જીવન સફળ થઈ જશે.ફિલ્મ પ્રમોશનના ત્રીજા એપિસોડમાં રણબીરે વિલન વિશે પણ વાત કરી. એક્ટ્રરે કહ્યું કે, ફિલ્મમાં જેટલો ઈમ્પોર્ટન્ટ રોલ હીરોનો હોય છે તેનાથી વધારે વિલનનો હોય છે. આવું એટલા માટે કેમ કે હીરોને પોતાની હીરોગરી બતાવવા માટે ફિલ્મમાં વિલનનું હોવું જરૂરી છે. જો વિલન નહીં હોય તો હીરો કેવી રીતે રહેશે. અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા વિલન છે, જેમને હીરોને પણ પાછળ છોડી દીધા છે.રણબીરે આગળ જણાવ્યું કે, ‘શોલે’માં ગબ્બર જય વીરુ કરતાં વધારે ફેમસ હતો. ‘મિસ્ટર ઈન્ડિયા’નો મોગેંબો આજે પણ ફેમસ છે. તેમજ ‘અગ્નિપથ’માં કાંચા ચીના બધા પર ભારે પડ્યો હતો. બાળપણમાં રણબીર હીરો બનવા માગતો હતો. બદલાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે હીરો વિલનના રોલમાં ધૂમ મચાવી રહ્યા છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સંજય દત્ત છે જે હવે શમશેરામાં પણ વિલનની ભૂમિકામાં હશે. મારી ઈચ્છા છે કે હું પણ ક્યારેક વિલનનો રોલ કરી લઉં અને લોકો પોતાના બાળકોને કહે કે ‘સો જા બેટા નહીં તો રણબીર આ જાયેંગા’ચાર વર્ષ પછી રણબીર ‘શમશેરા’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. પહેલી વખત રણબીર પોતાના જોનર કરતા અલગ ફિલ્મો કરવા જઈ રહ્યો છે. શમશેરા એક ડાકુ અને એક ક્રૂર પોલીસવાળા વચ્ચેની લડાઈની કહાની છે. ફિલ્મ 22 જુલાઈએ રિલીઝ થશે. તેમજ અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર એક મેગા-બજેટ ફેન્ટસી એક્શન એડવેન્ચરથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
રણબીર કપૂરે કહ્યું, પિતા રિશી કપૂરે કહ્યું હતું કે હું જે પ્રકારની ફિલ્મો કરું છું, તેનાથી નેશનલ સ્ટાર ક્યારેય નહીં બની શકું
Date: