કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે બીજો ગોલ્ડ અને ઓવરઓલ 5મો મેડલ મળ્યો છે. વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને ઈજા થઈ હોવા છતા તેણે હાર માની નહોતી. અને મેન્સ 67 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે સ્નૈચમાં 140 અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિગ્રા વેઇટ ઉઠાવ્યુ હતુ. આમ તેણે કુલ 300 કિગ્રા વેઇટ ઉઠાવીને ગોલ્ડ મેડસ પોતાના નામે કર્યો હતો. સમોઆના વાઇવાપા આઇઓએ (293 કિગ્રા) સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જેરેમીએ સ્નૈચમાં પ્રથમ પ્રયાસમાં 136 કિગ્રાનું વજન ઉઠાવીને ગોલ્ડ મેડલના પોઝિશન પર આવી ગયો હતો. બીજા પ્રયાસમાં તેણે 140 કિગ્રાનું વેઇટ ઉઠાવીને ગેમ્સ રેકોર્ડ બનાવીને પોતાની પોઝિશન વધુ મજબૂત કરી હતી. જેરેમીને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી નહોતી. તે 143 કિગ્રાનુ વેઇટ ઉઠાવી શક્યો નહતો. જેરેમી લાલરિનુંગા 2018 યૂથ ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલિસ્ટ છે. સાથે જ તેણે 2021 કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીત્યો હતો