ખાલિસ્તાનીઓના નિશાના પર ભારતીય સંસ્થાઓ
ભારતીય વાણિજ્ય દૂતાવાસના સ્થળ પરથી ખાલિસ્તાની ઝંડો મળ્યો હતો
ખાલિસ્તાન સમર્થકોએ બ્રિસ્બેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને બંધ કરવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે દેશમાં ભારત વિરોધી તત્વોને કાબૂમાં રાખવાની ખાતરી આપ્યાના થોડા દિવસો જ બાદ બ્રિસ્બેનના તારિંગા ઉપનગરમાં સ્વાન રોડ પરના ભારતીય વાણિજ્ય દૂતાવાસ પાસે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને હિંદુઓ વિરુદ્ધ લખેલા પોસ્ટરો દેખાડ્યા હતા.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વિરુદ્ધ કટ્ટરપંથી દ્વારા આ પ્રકારની બીજી ઘટના છે. ખાલિસ્તાન સમર્થકોએ બ્રિસ્બેનના તારિંગા ઉપનગરમાં સ્વાન રોડ પર માનદ કોન્સ્યુલેટના પ્રવેશદ્રારને અવરોધિત કર્યા હતા. આ દૂતાવાસને બંધ કરવાની ફરજ પાડી હતી. ક્વીન્સલેન્ડ પોલીસે કહ્યું હતું કે આ લોકો ખોટી રીતે ભેગા થયા હતા.
ખાલિસ્તાનીઓના નિશાના પર ભારતીય સંસ્થાઓ
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના સ્થળ પરથી ખાલિસ્તાની ઝંડો મળ્યો હતો. આ કારણે તાત્કાલિક ક્વીન્સલેન્ડ પોલીસને જાણ કરી હતી. વાણિજ્ય રાજદૂત અર્ચના સિંહે કહ્યું કે અમને પોલીસ અને અધિકારીઓ પર પૂરો વિશ્વાસ છે. અત્યાર સુધી ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયનો પર હુમલા થતા હતા પરંતુ હવે ખાલિસ્તાની સમર્થકો ભારત સરકારની સંસ્થાઓને પણ નિશાન બનાવી રહ્યા છે.