દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલટન્સી સર્વિસિસ (TCS)ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO રાજેશ ગોપીનાથને રાજીનામું આપી દીધું છે. આ પછી કંપનીએ 16 માર્ચે એક નિવેદન જાહેર કર્યું હતું. તેમની જગ્યાએ હવે નવા CEO કે કૃતિવાસન હશે. કે કૃતિવાસનને 16 માર્ચે TCSના નવા CEO જાહેર કરાયા છે. કે કૃતિવાસન કંપનીના પ્રેસિડેન્ટ અને બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ ઇન્શ્યોરન્સ (BFSI) બિઝનેસ ગ્રુપ ગ્લોબલ હેડ છે. તે ઘણાં અનુભવી છે અને તેમને કંપનીમાં કામ કરતાં-કરતાં 34 વર્ષથી વધુ સમય થઈ ગયો છે
રાજેશ ગોપીનાથન સૌથી વધુ સેલેરી મેળવનારા CEO
ઉલ્લેખનીય છે કે, રાજેશ ગોપીનાથન દેશના સૌથી વધુ સેલેરી મેળવનારા CEO છે. રાજેશ ગોપીનાથન TCSમાં વર્ષ 2001થી જોડાયેલાં છે. તેમણે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે 6 વર્ષ કામ કર્યું છે. તે સપ્ટેમ્બર સુધી કંપની સાથે રહેશે. TCSએ એક નિવેદનમાં કહ્યું કે, ‘શ્રી ગોપીનાથન તેમના ઉત્તરાધિકારીને સપ્ટ કરવા માટે સપ્ટેમ્બર 2023 સુધી કંપની સાથે રહેશે’. તેમણે IIM અમદાવાદથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં કર્યું છે.
ગોપીનાથને રાજીનામું આપ્યા પછી શું કહ્યું?
ગોપીનાથને એક નિવેદનમાં કહ્યું છે કે, ‘મેં TCSમાં મારા રોમાંચક 22 વર્ષના કાર્યકાળનો આનંદ લીધો છે. ચંદ્રા સાથે કામ કરવાની ખુશીની વાત છે. તેમણે આ સફર દરમિયાન મને સલાહ આપી છે. આ પ્રતિષ્ઠિત સંગઠનનું નેતૃત્વ કરવું સૌથી વધુ સમૃદ્ધ અને પૂર્ણ રહ્યું છે. ગોપીનાથને વધુમાં કહ્યું કે, તેમના કાર્યકાળમાં ઇન્ક્રીમેન્ટલ રેવેન્યૂમાં 10 બિલિયન માર્કેટ કેપમાં 70 બિલિયન ડૉલરથી વધુની વૃદ્ધિ થઈ છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘છેલ્લાં બે દશકમાં કૃતિવાસન સાથે કામ કર્યા પછી મને વિશ્વાસ છે કે, તે ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. તે TCSને વધુ ઉંચાઈએ લઈ જશે. હું કૃતિવાસન સાથે મળીને કામ કરીશ જેથી તેમને તે દરેક સહાયતા મળી શકે. જેની તેમને જરૂર છે.’