આ ઉદ્ઘાટનની સાથે જ કાલથી જ લોકોને સુવિધા મળવાનું શરૂ થઈ જશે
PM મોદી પોતાના સંસદીય ક્ષેત્રમાં લગભગ પાંચ કલાકનું રોકાણ કરશે
PM મોદી આજે કાશીના પ્રવાસે જશે. PM મોદી કાશી શહેરને વિવિધ વિકાસ પ્રોજેક્ટસના ઉદ્ધાટન કરશે તો કેટલાક પ્રોજેક્ટના શિલાન્યાસ કરવામાં આવશે. આ સાથે જ મોદી કાશીમાં 1780 કરોડના વિવિધ વિકાસકાર્યોનુ લોકાર્પણ કરશે. PM મોદી પોતાના સંસદીય ક્ષેત્રમાં લગભગ પાંચ કલાકનું રોકાણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશીમાં 28 જેટલા વિકાસ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે. આ ઉપરાંત 19 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આમાં બાબતપુર એરપોર્ટ પર એટીસી ભવન, સારનાથ ખાતે નવું સીએચસી, રાજઘાટ પ્રાથમિક શાળા, પીએસી ખાતે બહુહેતુક હોલ અને અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ઉદ્ઘાટનની સાથે જ કાલથી જ લોકોને સુવિધા મળવાનું શરૂ થઈ જશે. PM મોદી આજે પોતાના મતવિસ્તાર કાશી આવશે. વડાપ્રધાન જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે તેની તૈયારીઓ મોડી રાત સુધી ચાલુ રહી હતી. શિલાન્યાસ કરવામાં આવનાર છે તેમાં કેન્ટ રેલ્વે સ્ટેશનથી ગોદૌલિયા સુધી પેસેન્જર રોપવે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ભગવાનપુરી ખાતે 55MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સિગરા સ્ટેડિયમમાં ફેઝ II અને III તેમજ IIT BHU, ગંગા ઘાટ ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન મશીન ટૂલ્સ ડિઝાઇનનો સમાવેશ થાય છે. ચેન્જીંગ રૂમ સાથે ફ્લોટિંગ જેટી બાંધવાની છે