પાંચમાં દિવસે અંબાજી સજ્જડ બંધ: હજારો શ્રદ્ધાળુઓને ખાવા-પીવાની મુશ્કેલી

0
110
news/UGUJ-BSK-OMC-LCL-ambaji-bandh-due-to-plastic-prohibition-the-pilgrims-are-suffering-from-dysfunction-gujarati-news-595
news/UGUJ-BSK-OMC-LCL-ambaji-bandh-due-to-plastic-prohibition-the-pilgrims-are-suffering-from-dysfunction-gujarati-news-595

અંબાજીમાં બુધવારથી ભાદરવી મહાકુંભ શરુ થઇ રહ્યો છે. ત્યારે પ્લાસ્ટિક પર પ્રતિબંધના વિરોધમાં નિરાકરણ ન આવતાં આજે સતત પાંચમાં દિવસે પણ અંબાજી સજ્જડ બંધ છે. છેલ્લા 5 દિવસથી સજ્જડ બંધ હોવા છતાં વહીવટીતંત્ર તરફથી દુકાનો ખુલે તેવા કોઈ પ્રયાસ થઈ રહ્યાં નથી. તો બીજી બાજુ વેપારીઓ પણ આ મેદ્દે લડી લેવાના મુડમાં છે. વેપારીઓ અને તંત્રની લડાઈમાં પદયાત્રીઓ પારાવાર પરેશાની ભોગવી રહ્યાં છે. જમવા માટે અને બીજી જીવન જરૂરી વસ્તુ માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી આવતા તમામ માઈ ભક્તો માટે માત્ર 16 રૂપિયાના નજીવા દરે અંબિકા ભોજનાલયમા ભોજન આપવામાં આવે છે. 4 દિવસ માં અંદાજે 35 હજાર કરતા વધુ ભક્તોએ સંસ્થાના ભોજનાલયમાં ભોજન ગ્રહણ કર્યું હતુ.મીડિયાકર્મીઓને FIRમાં કર્યા સામેલ

શુક્રવારે બનેલા બનાવના કારણે આજે સતત પાંચમાં દિવસે અબાજી સજ્જડ બંધ પાલવામાં આવ્યો છે. વેપારીઓને અને તંત્ર વચ્ચેની લડાઈમાં પોલીસે 9 વેપારીઓની ધરપકડ કરી હતી. વેપારીઓને જેલમુક્ત કરે બાદમાં વિરોધ અટકાશે તેવી વેપારી સંગઠને ચીમકી ઉચ્ચારી હતી. ધરપકડ કરાયેલા તમામ વેપારીઓને જામીન મળે બાદમાં બજાર ચાલું કરવાનો નિર્ણય કર્યા છે. ગઈકાલે પણ વેપારીઓના જામીન નામંજૂર થતા વેપારીઓ અને તંત્ર આમને- સામને આવી ગયા હતા. સાથે જ પોલીસે અંબાજીના 3 મીડિયા કર્મીઓને પણ FIRમાં સામેલ કર્યા હતા. આ વાતથી મીડિયા જગતમાં ભારે રોષ ફેલાયો છે.

બંધ દરમિયાન અટકાયત કરાયેલા 9 વેપારીઓના જામીન દાંતા કોર્ટે ફગાવ્યાં

ઘરપકડ કરાયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવા અને પ્લાસ્ટિકમા રાહત આપવાની માંગ સાથે વેપારીઓએ ચાર દિવસથી દુકાનો બંધ રાખી છે. બંધ દરમિયાન અંબાજી આવેલા ભક્તો માટે ભોજનાલયમાં ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી હતી.સોમવારે દાંતા કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જોકે કોર્ટે 9 વેપારીઓની જામીન અરજી નામંજૂર કરી હતી. જેથી હવે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકાશે તેવું જાણવા મળ્યું હતું.

મેળો આવે છે ત્યારે વેપારીઓને હેરાન કરાય છે

ભાદરવી મેળો આવે ત્યારે વહીવટી તંત્ર તરફથી અંબાજી ના નાના મોટા વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે ,અંબાજી મેળામાં બીજી પ્રોડક્ટોની વસ્તુઓ પ્લાસ્ટીક મા મળે છે ત્યારે અમને કેમ 51 માઇક્રોન સુધી પ્લાસ્ટીક વાપરવાની છૂટ મળતી નથી હવે મેળો શરુ થવાના ગણતરી ના દિવસો બાકી છે ત્યારે આ બાબતે તંત્ર કાયમી નિકાલ લાવે તેવી વિનંતી છે અને ઘરપકડ કરાયેલા 9 વેપારીઓની તાત્કાલીક છોડવા માંગ છે. ગુરુમુખ વચ્છાની (વેપારી,અંબાજી)

પાંચમા દિવસે પણ બંધ : વેપારી મંડળ

9 વેપારીઓની જામીન અરજી રદ થતા જેલમાં રહેલા વેપારીઓની પડખે અંબાજીના તમામ વેપારીઓ એકજૂટ થયા છે. અને પદયાત્રિકોની સુખાકારીને બાજુએ રાખી વધુ પાંચમા દિવસે પણ સજ્જડ બંધ રાખવાનો સામુહિક નિર્ણય કર્યો છે. વેપારી આગેવાનો સોમવારે રાત્રે એકઠા થયા હતા જેમાં આ નિર્ણય લેવાયો હતો.

તંત્રનું એક જગાણું: વૈકલ્પિક વ્યવસ્થા માટે વિચારીશું

અંબાજીના મેળામાં આવતા ભક્તોને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા તંત્ર કટિબધ્ધ છે જરૂર પડશે તો તમામ ચીજવસ્તુઓની વૈકલ્પિક વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે.
મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના સ્ટોલ ઉભા કરવા માંગ

જગતજનની મા અંબાના ધામમાં હાલ દૂર દૂરથી પગપાળા સંઘો અને પદયાત્રિકો આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે હાલ પ્રસાદની દુકાનો બંધ હોવાથી ખાલી હાથે જ માના ધામમાં દર્શનાર્થીઓ માથું ટેકવી રહ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા જ પ્રસાદના સ્ટોલ ઉભા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નડિયાદથી આવેલા એક યાત્રિકે જણાવ્યું હતું કે અમે પ્રસાદ માટે અનેક વેપારીઓને વિનંતી કરી પરંતુ કોઇએ દુકાન ખોલી ન હતી.

બજારો બંધ હોઈ અમુક વસ્તુ માટે હેરાન થવું પડે છે

હું 2 વર્ષથી અંબાજી આવુ છું અંબાજી બંધ હોઈ અમે માતાજીની ભોજનાલય માં જમવા આવ્યા છીએ અને અમને જમવાની કોઈ તકલીફ પડી નથી ,પણ બજારો બંધ હોઈ અમુક વસ્તુ માટે હેરાન થવું પડે છે- પ્રદીપ ઠાકોર ભક્ત , ખેરાલુ

બાળકો માટે દુધ ક્યાંથી લાવવું તે એક પ્રશ્ન છે