એશિયા કપ 2018માં ગ્રુપ Aની બીજી મેચ ભારત અને હોંગકોંગ વચ્ચે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હોંગકોંગે ટોસ જીતતા ભારતે પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે 21 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 118 રન બનાવી લીધા છે. અંબાતિ રાયડૂ અને શિખર ધવન ક્રીઝ પર છે. કેપ્ટન રોહિત શર્મા 23 રન બનાવીને આઉટ થયો.હોંગકોંગની ટીમ ભારતની તુલનાએ ઘણી નબળી છે ત્યારે આવામાં ભારતીય ખેલાડીઓના પ્રયાસ લય મેળવવાનો રહેશે. ભારત એશિયા કપની સૌથી સફળ ટીમ છે. ભારતે છ વખત આ ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે જ્યારે પાકિસ્તાન બે વખત આ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે કે શ્રીલંકા પણ પાંચ વખત એશિયા કપ જીતી ચુક્યું છે. ભારત પોતાની હરીફ ટીમને નરમાશથી નથી લેવા માંગતુ, ત્યારે હોંગકોંગ સામે પણ ટીમ ઈન્ડિયા યોગ્ય રણનીતિ સાથે મેદાનમાં ઉતરી. ટૂર્નામેન્ટમાં ભારતની કમાન ઓપનર બેટ્સમેન રોહિત શર્માના હાથમાં છે. જ્યારે કે કાયમી કેપ્ટન વિરાટ કોહલીને પસંદગીકારોએ આરામ આપવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઈસ કેપ્ટન), અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, ભુવનેશ્વર કુમાર, શાર્દલ ઠાકુર, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ
હોંગકોંગની ટીમ
નિઝાકત ખાન, અંશુમન રથ (કેપ્ટન), બાબર હયાત, કિંચિત શાહ, ક્રિસ્ટોફર કાર્ટર, અહસાન ખાન, સ્કોર્ટ મેક્હનેઇ, તનવીર અફઝલ, એઝાઝ ખાન, અહસાન નવાઝ, નદીમ અહમદ