Saturday, September 5, 2026
HomeSportsCricketઈંગ્લેન્ડના ક્રિકેટરોને આખુ વર્ષ માત્ર ફ્રેન્ચાઈઝી માટે રમવા રૂ.51 કરોડની ઓફર

ઈંગ્લેન્ડના ક્રિકેટરોને આખુ વર્ષ માત્ર ફ્રેન્ચાઈઝી માટે રમવા રૂ.51 કરોડની ઓફર

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

– IPLની ફ્રેન્ચાઈઝીઓએ લોભામણી ઓફર મુકી હોવાનો રિપોર્ટનો દાવો

– ફૂટબોલની જેમ હવે ક્રિકેટમાં પણ ફ્રેન્ચાઈઝી ખેલાડીની મુખ્ય એમ્પલોયર બનશે : આંતરરાષ્ટ્રીય ક્રિકેટને મરણતોલ ફટકો

લંડન : ઈંગ્લેન્ડના છ સ્ટાર ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિ લઈને આખુ વર્ષ ફ્રેન્ચાઈઝી તરફથી જ રમતાં રહેવા માટે વાર્ષિક ૫૦ લાખ પાઉન્ડ (આશરે રૂપિયા ૫૧ કરોડ)ની લોભામણી ઓફર આઇપીએલના કેટલાક ફ્રેન્ચાઈઝી માલિકોએ આપી હોવાનો ઘટસ્ફોટ એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટ  જણાવે છે કે, વિવિધ દેશોની લીગમાં ટીમ ધરાવતા કેટલાક ફ્રેન્ચાઈઝી માલિકોએ ઈંગ્લેન્ડના છ ખેલાડીઓનો સંપર્ક સાધ્યો હતો અને તેમને વાર્ષિક કોન્ટ્રાક્ટની દિશામાં વિચારણા કરવા માટે જણાવ્યું હતુ. જો આમ થાય તો આગામી સમયમાં માત્ર ક્રિકેટ લીગની જ બોલબાલા રહેશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હાંસિયામાં ધકેલાઈ જશે. 

આઇપીએલની લગભગ તમામ ફ્રેન્ચાઈઝીના માલિકો વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, યુએઈ અને અમેરિકાની લીગમાં જુદી-જુદી ટીમોનો માલિકી હક્ક ધરાવે છે. ઈંગ્લેન્ડના ટાઈમ્સ લંડનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલીક ફ્રેન્ચાઈઝીના માલિકોએ ઓછામાં ઓછા ઈંગ્લેન્ડના છ ખેલાડીઓનો સંપર્ક સાધ્યો હતો. જેમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ હતા. તેમને પૂછવામાં આવ્યું હતુ કે, શું તેઓ ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ અને ઈંગ્લિશ કાઉન્ટીના મુખ્ય પગારદાર રહેવાને બદલે આઇપીએલની ફ્રેન્ચાઈઝીને તેમના મુખ્ય એમ્પલોયર (નોકરીદાતા) બનાવવા ઈચ્છે છે કે કેમ.

રિપોર્ટ જણાવે છે કે, વિવિધ ક્રિકેટર્સ યુનિયનોમાં પણ ૧૨ મહિનાના ફ્રેન્ચાઈઝીના કરારના અમલ અંગે ચર્ચા ચાલી રહી છે. જો આમ થાય તો ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ ખેલાડીઓનો મુખ્ય કોન્ટ્રાક્ટ ફ્રેન્ચાઈઝી સાથે રહેશે અને સમયાંતરે તેઓ ખેલાડીને આંતરરાષ્ટ્રીય મેચીસ માટે રિલીઝ કરશે. ચાલુ વર્ષના અંત સુધીમાં કરારની ઓફરો પણ શરૂ થઈ જાય તેવી શક્યતા છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here