Thursday, October 1, 2026
HomeEntertainmentનવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર કૌશિક દ્વારા નિર્મિત...

નવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર કૌશિક દ્વારા નિર્મિત (મેડોક ફિલ્મ્સ પ્રોડક્શન), ‘પૂજા મેરી જાન’ આવતીકાલથી માત્ર હિન્દી Zee5 પર સ્ટ્રીમ થશે.

Date:

Related stories

ઇન્ડસઇન્ડ બેંક ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે હાઇરૉક્સ ગુજરાત સાથે જોડાઈ

પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે• પ્રી-સેલ...

સોનાલિકા ટ્રેક્ટર્સે માત્ર 6 મહિનામાં 1 લાખથી વધુ વર્ષ-દર-વર્ષ...

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે પોતાના...

બિગ 5 ગ્લોબલની વાપસી: કાર્યક્ષમ અને કિંમત-અસરકારક ઉકેલો સાથે...

મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા (MEASA) પ્રદેશમાં બાંધકામ...

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ...

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ઈન્ડિયન સુપરક્રોસ...

શ્રીજીકૃપા પ્રોજેક્ટે ₹500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની શ્રીજીકૃપા પ્રોજેક્ટ લિમિટેડએ કુલ ₹500 કરોડના...

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

દરેક વાર્તા સરળ જવાબો માટે હોતી નથી. કેટલીક વાર્તાઓ આપણને અસ્વસ્થ કરવા, આપણે જે સ્વીકારીએ છીએ તેના પર સવાલ ઉઠાવવા અને એવી સત્યનો સામનો કરાવવા માટે હોય છે જેનાથી સામાન્ય રીતે આપણે મોં ફેરવી લેતા હોઈએ છીએ. નવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર કૌશિક દ્વારા નિર્મિત (મેડોક ફિલ્મ્સ પ્રોડક્શન) – ‘પૂજા મેરી જાન’ 2 ઓક્ટોબર 2026 ના રોજ હિન્દી Zee5 પર રિલીઝ થઈ રહી છે. આ ડ્રામાની વાર્તા પૂજાની આસપાસ ફરતી રહે છે, જેમાં અસ્વસ્થ કરી દેતી ઘટનાઓની શ્રેણી અસ્વીકાર, ઝનૂન, સંમતિ અને જે બન્યું તેની પાછળના સત્ય વિશે પ્રશ્નો ઊભા કરે છે.

‘પૂજા મેરી જાન’ના કેન્દ્રમાં મૃણાલ ઠાકુર દ્વારા ભજવવામાં આવેલું ‘પૂજા’નું પાત્ર છે; એક એવી યુવતી જેના દ્વારા નજીકના મિત્રના રોમેન્ટિક પ્રસ્તાવને નકારવાના નિર્ણયથી અસ્વસ્થ કરી દેતી ઘટનાઓનો સિલસિલો શરૂ થાય છે. જેમ જેમ વિરોધાભાસી વિગતો સામે આવે છે, તેમ તેમ અનેક પ્રશ્નો ઊભા થાય છે કે ખરેખર શું બન્યું હતું, અને આ માટે કોણ જવાબદાર છે અને આપણી માન્યતાઓ કયા દ્રષ્ટિકોણ દ્વારા ઘડાયેલ છે. હુમા કુરેશી ‘સાના’ની ભૂમિકામાં છે, જે એક વકીલ છે અને આ કેસમાં સામેલ થાય છે; તે પૂજાની આસપાસની પરિસ્થિતિઓને સમજવાનો પ્રયાસ કરે છે અને વિરોધાભાસી વિગતોની પાછળ છુપાયેલું સત્ય બહાર લાવે છે.

‘પૂજા મેરી જાન’ જે બાબતમાં અલગ પડે છે તે એ છે તેની બહુ-સ્તરીય વાર્તા કહેવાની શૈલી અને તેના બદલાતા દ્રષ્ટિકોણ આશ્ચર્યજનક છે. આ ફિલ્મ ઝનૂન, મર્યાદાઓ અને સામાજિક અભિપ્રાયોની શોધ કરે છે, અને સરળ જવાબો આપવાને બદલે પ્રેક્ષકોને તેમની પોતાની માન્યતાઓ પર સવાલ ઉઠાવવા માટે મજબૂર કરે છે.

મૃણાલ ઠાકુરે કહ્યું કે, “પૂજાનું પાત્ર ભજવવું મારા માટે ખૂબ જ વિશેષ અનુભવ હતો. તે ઘણાં વિવિધ ભાવો ધરાવે છે અને તેની સફરનો મોટો ભાગ એ છે જે કહેવાયું નથી. પ્રેક્ષકોથી અમુક જવાબો છુપાવી રાખીને તે પાત્રના વિવિધ પાસાઓને સમજવામાં મને ખૂબ મજા આવી હતી. હું ખાસ કરીને એટલા માટે ઉત્સાહિત છું કે ‘પૂજા મેરી જાન’ હવે હિન્દી Zee5 પર આવી રહી છે. હું આતુરતાથી રાહ જોઈ રહી છું કે દર્શકો પૂજાની સફરને જાણે અને તેની વાર્તા વિશે પોતાની સમજ વિકસાવે.”

વિક્રમ સિંહ ચૌહાણે કહ્યું કે, “‘પૂજા મેરી જાન’ સતત એ બાબતની તમારી સમજને પડકારે છે કે શું થઈ રહ્યું છે, અને એક અભિનેતા તરીકે આ ફિલ્મે મારા માટે તેને ખૂબ જ રસપ્રદ અનુભવ બનાવ્યો છે. આ વાર્તા સતત તમારો દ્રષ્ટિકોણ બદલે છે અને સરળ જવાબો આપતી નથી, જેનો અર્થ એ છે કે તેમાં હંમેશાં કંઈક નવું જાણવા-સમજવા જેવું હોય છે. હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું કે પ્રેક્ષકો આ ફિલ્મ જુએ, તેઓ જે જુએ છે તેના વિશે પ્રશ્નો કરે અને વાર્તાનો પોતાનો અર્થ સમજી શકે.”

આ એક એવી વાર્તા છે જેના અનેક દ્રષ્ટિકોણ છે. તેમાં એક રહસ્યમય સત્ય છે . ‘પૂજા મેરી જાન’ આવતીકાલે, 2 ઓક્ટોબરથી માત્ર હિન્દી Zee5 પર સ્ટ્રીમ

ઇન્ડસઇન્ડ બેંક ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે હાઇરૉક્સ ગુજરાત સાથે જોડાઈ

પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે• પ્રી-સેલ...

સોનાલિકા ટ્રેક્ટર્સે માત્ર 6 મહિનામાં 1 લાખથી વધુ વર્ષ-દર-વર્ષ...

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે પોતાના...

બિગ 5 ગ્લોબલની વાપસી: કાર્યક્ષમ અને કિંમત-અસરકારક ઉકેલો સાથે...

મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા (MEASA) પ્રદેશમાં બાંધકામ...

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ...

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ઈન્ડિયન સુપરક્રોસ...

શ્રીજીકૃપા પ્રોજેક્ટે ₹500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની શ્રીજીકૃપા પ્રોજેક્ટ લિમિટેડએ કુલ ₹500 કરોડના...

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here