Thursday, October 1, 2026
HomeEntertainment‘ડેઈલી જલસો’ આપશે પરિવારોને એકસાથે, રમવાનો, હસવાનો અને જીતવાનો મોકો!

‘ડેઈલી જલસો’ આપશે પરિવારોને એકસાથે, રમવાનો, હસવાનો અને જીતવાનો મોકો!

Date:

Related stories

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

9 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન...

આગામી ફિલ્મ 'ઉડતા તીર' (Udta Teer)ની સ્ટાર કાસ્ટ આયુષ્યમાન...

BSNL દ્વારા 26મો સ્થાપના દિવસ ઉજવાયો, ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટીને...

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 1 ઓક્ટોબર 2026ના...

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

કલર્સ ગુજરાતીનો નવો ગેમ શૉ 5 ઓકટોબરથી JioHotstar પર.

પરિવારના સભ્યો સાથે વિતાવેલી ક્ષણો ઘણીવાર અણમોલ યાદો બની જતી હોય છે. આવી જ યાદોમાં મોજમસ્તી, હાસ્ય અને સાથે રમવાનો ઉલ્લાસ ભરવા માટે JioHotstar નવો ફેમિલી ગેમ શૉ ‘ડેઈલી જલસો’’ લઈને આવી રહ્યું છે. 5 ઑક્ટોબરથી શરૂ થતો આ શૉ પરિવારોને સાથે મળીને રમવા, હસવા અને જીતની ખુશી માણવાની એક નવી તક આપશે. ‘‘ડેઈલી જલસો’’ કલર્સ ગુજરાતી પર પણ સોમવારથી શનિવાર, સાંજે 7 વાગ્યે પ્રસારિત થશે.

દૈનિક પારિવારિક મનોરંજનના માપદંડ પર તૈયાર કરવામાં આવેલો આ શૉ ‘ડેઈલી જલસો’ દરેક પરિવારના દરેકે દરેક સભ્યને સાથે રાખીને રમવા, હરીફાઈ કરવા અને હસવાની સાથે જીતની ખુશી માણવાનો મોકો આપશે. રસપ્રદ રમતો અને હરીફાઈનો અનોખો સંગમ એવી પળો ઊભી કરશે જેમાં પરિવારના સભ્યો એકબીજા સાથે હળવી સ્પર્ધા કરી જીતના ઉત્સાહને માણી શકે.

શૉ અંગે વાત કરતાં JioStar ના પ્રવક્તા જણાવે છે, ‘ડેઈલી જલસો’ સાથે અમારો ઉદ્દેશ માત્ર દર્શકોને મનોરંજન પૂરું પાડવાનો નહીં, પરંતુ પરિવારોને સાથે ભાગ લેવા માટેનું કારણ આપવાનો છે. રમતો, હરીફાઈ અને જીતનો આનંદ, આ બધું એક સરળ વિચારની આસપાસ તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યારે આપણે સાથે રમીએ, ત્યારે અખૂટ યાદોનું સર્જન થાય. ‘ડેઈલી જલસો’ શૉ JioHotstar અને કલર્સ ગુજરાતી બંને પર જોવા મળશે જે દરેક પરિવાર માટે સરળ અને રોજિંદા મનોરંજનનો અનુભવ બની રહેશે.”

આજની વ્યસ્ત જીવનશૈલીમાં પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો એક પડકાર બની રહ્યો છે. ત્યારે, ‘ડેઈલી જલસો’ આ ગેપને મનોરંજનના માધ્યમથી પૂરવાનો પ્રયાસ કરશે.

JioHotstar પર ડિજિટલ ફર્સ્ટ લોન્ચની સાથે દર્શકો પોતાની અનુકૂળતા મુજબ ‘ડેઈલી જલસો’ જોઈ શકશે. જેથી, આ શૉ પરિવારના રોજિંદા સમયનો સહજ હિસ્સો બનશે. તો સાથે સાથે, કલર્સ ગુજરાતી પર સોમવારથી શનિવાર, સાંજે 7 વાગ્યે ‘ડેઈલી જલસો’ નું પ્રસારણ પરિવારને લિવિંગ રૂમમાં સાથે બેસીને જોવાનો અનુભૂતિ કરાવશે અને ગુજરાતભરના પરિવારો માટે મનોરંજનની એક સહિયારી પળ બની જશે.

મુખ્યત્વે, ‘ડેઈલી જલસો’ ફેમિલી ટાઈમને વધુ મજેદાર અને જીવંત બનાવવાની વાત કરે છે. પડકારનો ઉત્સાહ હોય, હળવી-ફૂલકી હરીફાઈ હોય કે પછી સાથે મળીને હસવાની ક્ષણ હોય, આ શો પરિવાર સાથે સમય વિતાવીને મળતા આનંદની ઉજવણી કરે છે.

તો તૈયાર થઈ જાઓ પરિવારને સાથે લઈને રમવા, હસવા અને જીતની ખુશીઓ માણવા માટે.

જુઓ ‘ડેઈલી જલસો’, 5 ઓકટોબરથી, દરરોજ JioHotstar પર અને સોમવારથી શનિવાર સાંજે 7.00 વાગ્યે કલર્સ ગુજરાતી પર.

ડેઈલી જલસો, ફરીવાર with પરિવાર.

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

9 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન...

આગામી ફિલ્મ 'ઉડતા તીર' (Udta Teer)ની સ્ટાર કાસ્ટ આયુષ્યમાન...

BSNL દ્વારા 26મો સ્થાપના દિવસ ઉજવાયો, ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટીને...

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 1 ઓક્ટોબર 2026ના...

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here