Saturday, October 3, 2026
HomeSportsઆનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ મેરીસ કોન્વેન્ટ સિનિયર...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ મેરીસ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ, ઉદયપુર ટીમ એને અમદાવાદના એસીજી જુનિયર એનબીએ 3વી3 ટૂર્નામેન્ટના વિજેતા જાહેર કરવામાં આવ્યા.

Date:

Related stories

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

TVS MOTOSOUL 6.0:આ ડિસેમ્બરમાં ફરીથી થવા જઈ રહ્યું છે...

• TVS MotoSoulની આ છઠ્ઠી એડિશન 11-12 ડિસેમ્બર 2026ના...
  • ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ ટૂર્નામેન્ટ માટે ત્રણ છોકરાઓ અને છોકરીઓની ટીમો ક્વોલિફાય થઈ –
    અમદાવાદ, ઓક્ટોબર, 2026 – એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ટૂર્નામેન્ટ, જે 16 વર્ષથી નાની વયના છોકરાઓ અને છોકરીઓની ટીમો માટે દેશવ્યાપી શાળા-આધારિત ટૂર્નામેન્ટ છે, જેનો અમદાવાદ ખાતેનો લેગ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે સંપન્ન થયો.
    દરેક ઝોનની ટોચની બે છોકરાઓ અને છોકરીઓની ટીમો તથા દરેક ઝોનમાં છોકરાઓ અને છોકરીઓ બંને વિભાગમાંથી એક ઓલ-સ્ટાર ટીમ ડિસેમ્બર 2026 માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરશે.
    ટૂર્નામેન્ટના અમદાવાદ લેગ દરમિયાન તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સેન્ટ મેરીસ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ, ઉદયપુર અંડર-16 ગર્લ્સ – ટીમ એની હિયાંશી ડુંગરપુરિયા અને આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ અંડર-16 બોયઝ – ટીમ એના આરવ ઠક્કરને સ્કેચર્સ એમવીપી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    કાર્યક્રમની મુખ્ય થીમ, “વ્હેર સ્ટાર્સ આર બોર્ન”થી પ્રેરિત થઈને, 2026ની એડિશનમાં ઉભરતા ખેલાડીઓને તેમના વિકાસના વધુ અદ્યતન તબક્કે જોડવા માટે અંડર-16 વય વર્ગીકરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટનું આયોજન નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ) દ્વારા એસીજી, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીએફઆઇ)ના સહયોગથી અને સ્કેચર્સ ઓફિશિયલ કિટ પાર્ટનર તરીકે કરવામાં આવી રહ્યું છે.
    એસીજી જુનિયર એનબીએ 3વી3 ટૂર્નામેન્ટ અમદાવાદના વિજેતાઓ આ મુજબ છે:

અંડર-16 છોકરાઓ

કેટેગરીવિજેતા ખેલાડીઓવિજેતા ટીમ
વિજેતાઓઅક્ષત સુરાણા, આરવ ઠક્કર, ક્રિશિવ પટેલ, કિયાન ગાંધીઆનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ – અમદાવાદ અંડર-16 બોયઝ – ટીમ એ
પ્રથમ રનર-અપસચિત ગોયલ, વિહાન રાજપુરોહિત, અયાંશ દાસ, નીર ચૌહાણદિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલ અમદાવાદ – અમદાવાદ અંડર-16 બોયઝ – ટીમ એ
દ્વિતીય રનર-અપશિવેન તિલોકાની, ઉજ્જવલ સિંહ, માન તિલોકાની, દિવ્યા પટેલગુજરાત પબ્લિક સ્કૂલ – અમદાવાદ અંડર-16 બોયઝ – ટીમ એ
ઓલ-સ્ટાર ટીમ અમદાવાદશ્રેષ્ઠ શર્મા – ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ વિનાયક પાઠક – ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ શિવેન તિલોકાની – ગુજરાત પબ્લિક સ્કૂલ, અમદાવાદ મીત ચૌધરી – ઊર્મિ સ્કૂલ એન્ડ હોસ્ટેલ, બરોડા

અંડર-16 છોકરીઓ

કેટેગરીવિજેતા ખેલાડીઓવિજેતા ટીમ
વિજેતાઓધ્રુવેકા દામાણી, હિયાંશી ડુંગરપુરિયા, ક્રિષ્ના ચૌધરી, દિશિતા ભણસાલીસેન્ટ મેરીસ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ, ઉદયપુર – અમદાવાદ અંડર-16 ગર્લ્સ – ટીમ એ
પ્રથમ રનર-અપહિયાશા ડુંગરપુરિયા, વિની જૈન, અહાના માહેશ્વરી, ક્રાંતિ પાલીવાલસેન્ટ મેરીસ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ, ઉદયપુર – અમદાવાદ અંડર-16 ગર્લ્સ – ટીમ બી
દ્વિતીય રનર-અપઆરના ચૌધરી, કર્ણિકા સારડા, નિકિતા સાજુ, કાંશા સારડાસેન્ટ ઝેવિયર્સ હાઇ સ્કૂલ લોયોલા હોલ – અમદાવાદ અંડર-16 ગર્લ્સ – ટીમ એ
ઓલ-સ્ટાર ટીમ અમદાવાદકાયરા હુંડિયા – આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ આરના ચૌધરી – સેન્ટ ઝેવિયર્સ હાઇ સ્કૂલ લોયોલા હોલ, અમદાવાદ કાંશા સારડા – સેન્ટ ઝેવિયર્સ હાઇ સ્કૂલ લોયોલા હોલ, અમદાવાદ કશ્વી રાવલ – આનંદ નિકેતન સ્કૂલ શીલજ કેમ્પસ, અમદાવાદ

2026 એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ટૂર્નામેન્ટમાં દેશભરની શાળાઓનું પ્રતિનિધિત્વ કરતી ટીમો સાથે છોકરાઓ અને છોકરીઓ બંને વિભાગોનો સમાવેશ થાય છે આ ટુર્નામેન્ટ ભારતભરના 10 શહેરોની મુલાકાત લઈ રહી છે: અમદાવાદ, ઇન્દોર, કોચી, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, મુંબઈ, બેંગલુરુ, પ્રયાગરાજ અને લુધિયાણા. દરેક ઝોનની અંદરની પાત્ર શાળાઓની છોકરાઓ અને છોકરીઓની ટીમો આ લિંકની મુલાકાત લઈને તેમની સંબંધિત શહેરની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી શકે છે.

એસીજી જુનિયર એનબીએ કાર્યક્રમ સમગ્ર ભારતના યુવાનોને હકારાત્મક રીતે પ્રભાવિત કરવા માટે રમતની મૂળભૂત કુશળતા અને મુખ્ય મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. ગયા વર્ષના કાર્યક્રમમાં 900 શાળાઓનું પ્રતિનિધિત્વ કરતા 2,000 છોકરાઓ અને છોકરીઓની ટીમોના 8,000 થી વધુ ખેલાડીઓ સામેલ થયા હતા, જેમાં 10 શહેરોમાં 2,700 થી વધુ રમતો રમાઈ હતી. એસીજી જુનિયર એનબીએ કાર્યક્રમ એ ભારતમાં એનબીએના વ્યાપક યુવા વિકાસ માળખાનો એક ભાગ છે, જેમાં 13 શહેરોમાં 6-18 વર્ષના છોકરા-છોકરીઓ માટે ટ્યુશન-આધારિત તાલીમ કાર્યક્રમોની નેટવર્ક, એનબીએ બાસ્કેટબોલ સ્કૂલ પણ સામેલ છે, જે ઇન્ડિયા ઓન ટ્રેક દ્વારા સંચાલિત થાય છે.

ખેલાડીઓ, કોચ અને પરિવારો ફેસબુક (Facebook.com/NBAIndia), ઇન્સ્ટાગ્રામ (@NBAIndia), યુટ્યુબ (YouTube.com/@NBAIndiaOfficial) અને X (@NBAIndia)ની સ્થાનીય સોશિયલ મીડિયા ચેનલોને ફોલો કરીને 2026 એસીજી જુનિયર એનબીએ કાર્યક્રમ વિશે વધુ જાણી શકે છે. ભારતમાં રહેતા ચાહકો તાજેતરના સમાચાર, અપડેટ્સ, સ્કોર્સ, આંકડા, સમયપત્રક, વિડિયોઝ અને વધુ માટે એનબીએ એપ ડાઉનલોડ કરી શકે છે.

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

TVS MOTOSOUL 6.0:આ ડિસેમ્બરમાં ફરીથી થવા જઈ રહ્યું છે...

• TVS MotoSoulની આ છઠ્ઠી એડિશન 11-12 ડિસેમ્બર 2026ના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here