Tuesday, August 4, 2026
HomeLife Style15 મે :આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ: હમ સાથ સાથ હૈ...

15 મે :આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ: હમ સાથ સાથ હૈ…

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ભારતમાં વસુધૈવ કુટુંબકમની ભાવના શ્રેષ્ઠ ભાવના છે.

પરિવારનું મહત્વ, નવા સંકલ્પો, તેના પ્રત્યે જાગરૂકતા, અને પડકારોને રેખાંકિત કરવા મ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવે છે.

………………………………..
“ચાર હાથે રંગીન તણખલાનો માળો સજાવ્યો અમે.”મારી આ કાવ્ય પંક્તિ આજના પરિવાર દિવસ માટે ફિટ બેસે છે. આજે 15મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. આમતો આપણે આપણા ઘર અને ઘરના સભ્યોને પરિવાર માનીએ છીએ પણ હકીકતમા પૃથ્વી પર વસતું સમગ્ર વિશ્વ આપણો પરિવાર છે. ભારતમાં “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના શ્રેષ્ઠ ભાવના છે.
પરિવારનું શું મહત્વ છે એ કોરોનાએ સૌને શીખવ્યું હતું.આખી દુનિયા જ્યારે કોરોનાકાળમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પરિવારનું મહત્વ સૌએ જાણ્યું.
દર વર્ષે 15 મેનો દિવસ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે મનાવવામાં આવે છે.પરિવારનું મહત્વ, નવા સંકલ્પો, તેના પ્રત્યે જાગરૂકતા, અને પડકારોને રેખાંકિત કરવા આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવે છે. સમાજની પરિકલ્પના પરિવાર વગર અધૂરી છે અને પરિવાર બનાવવા માટે લોકોએ હળી મળીને રહેવું ખુબ જરૂરી છે.
આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ કેમ મનાવાય છે? એનો ઇતિહાસ પણ જાણવા જેવો છે.જોકે આજે પરિવાર નાનો થતો જાય છે અને પરિવાર તૂટતાં જાય છે એ કમનસીબી છે.પરિવાર ન તૂટે અને એકજુટ રહે તે માટે જ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવે છે. પરિવાર વચ્ચે રહેવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. સાથે જ તમે એકલાપણું કે ડિપ્રેશનનો શિકાર પણ થતા નથી. એટલું જ નહીં પરિવાર સાથે રહેવાથી તમે અનેક સામાજિક બદીઓથી દૂર રહી શકો છો.

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસનો મુખ્ય હેતુ યુવાઓને પરિવાર પ્રત્યે જાગૃત કરવાનો છે જેથી કરીને યુવાઓ પોતાના પરિવારથી દૂર ન થાય.

આમતો આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની શરૂઆત
વર્ષ 1993માં સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીએ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે 15મી મેના રોજ તેને ઉજવવાની જાહેરાત થઈ. આજના દિવસે દુનિયાભરના સમુદાય કે લોકોને તેમના પરિવારો સાથે જોડવા, સામાજિક પ્રક્રિયાઓ અંગે જાગૃત કરવા, પરિવાર સંલગ્ન મુદ્દાઓ પર સમાજમાં જાગરૂકતા ફેલાવવા, પરિવાર નિયોજનની જાણકારી આપવાને લઈને આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવામાં આવે છે.આ દિવસે પરિવારથી સંબંધિત મુદ્દાઓની જાગૃતિ અને કુટુંબોને અસર કરતી સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક જેવા વિષયો પર અધ્યયન કરી જાગૃતિ અને મહત્વ બતાવવાનો પ્રયાસ થાય છે.

યુનાઈટેડ નેશન્સે 1993 માં વિશ્વભરના પરિવારો વચ્ચે વધુ રહેવાની જરૂરિયાતો અને સામાજિક પ્રગતિને પ્રોત્સાહિત કરવા સંસ્થાના સમર્પણને દર્શાવવા માટે પસંદગી સોંપી. જેના પગલે, 1994 માં, યુનાઇટેડ નેશન્સે ઔપચારિક રીતે વિશ્વના કેટલાક ભાગોમાં કૌટુંબિક વસ્તુઓની સ્થિરતા અને વિકાસને અસર કરતી નાણાકીય અને સામાજિક રચનાઓમાં ફેરફાર સાથે કુટુંબનો આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કર્યો.

આ દિવસ આ કેસ દ્વારા ગરીબ અને નબળા પરિવારોને મદદ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તે ઉપરાંત તે કાર્ય-કુટુંબની સ્થિરતા કેવી રીતે જાળવવી જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે છોકરીઓ અને પુરૂષો હાલના કાર્યબળના દરેક ભાગ છે. આ સત્યના પરિણામે લિંગ સમાનતા સાથે વિવિધ સામાજિક પરિબળો પરના ઉપદેશો અહીંથી જ યોગ્ય રીતે આવે છે. અમે બધા લોકોને પરિવારના આંતરરાષ્ટ્રીય દિવસની ખૂબ જ આનંદની જરૂર છે!

આપણે ત્યાં વર્ષોથી સંયુક્ત પરિવારની પ્રથા રહી છે. પરંતુ હવે મોટાભાગે શહેરો બાદ ગામડાઓમાં પણ ધીરે ધીરે નાનું કુટુંબ સુખી કુટુંબનો રિવાજ પડી ગયો છે. જોકે આજે આપણે વાત કરવી છે એક એવા પરિવારની જેના કુલ 96 સભ્યો આજે પણ એક જ ઘરમાં રહે છે અને એક જ રસોડે જમે છે.
ઘરના 92 વર્ષીય વડીલ વિશ્વનાથનો પડ્યો બોલ આજે પણ ઝીલાય છે.
આખો દિવસ પરિવાર ઘરમાં આનંદ કિલ્લોલ કરે છે. આ પરિવારમાં નાનપણથી જ બાળકોમાં એકસાથે રહેવાના અને પરિવારના વડિલોની અવમાન્યા રાખવાના સંસ્કાર સિંચવામાં આવે છે.આ પરિવાર ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રેદેશની સીમા પર ટોંસ નદીના કિનારે ડિહાર ગામમાં રહે છે. તેના મુખ્ય મોભી વિશ્વનાથ પાંડેય(92) વર્ષના છે.અને એક સાથે 4 પેઢી અહીં રહે છે. જેમાં 12 દીકરા અને 6 દિકીરીઓ છે. દીકરીઓના લગ્ન પણ થઈ ચૂક્યા છે. પરિવારમાં 11 સભ્યો તો શિક્ષકો છે.
પરિવારના સૌથી મોટા દીકરા સ્કૂલમાં આચાર્ય છે. પરિવારમાં 24 પૌત્ર તેમજ 13 પ્રપૌત્ર અને ત્રણ પ્રપૌત્રી છે. પરિવારના 67 સભ્યો તો મતદાતા છે.રસોડામાં રોજ સવારે ચા બનાવવા માટે 30 લીટરનું તપેલું છે. જ્યારે દાળભાત માટે 15-15 લીટરના 6 કુકર છે.

એક વારમાં 3-4 કુકર દ્વારા રસોઈ તૈયાર કરવામાં આવે છે. જ્યારે શાક માટે 50 કિલોની ક્ષમતાના ટોપિયા વસાવવામાં આવ્યા છે. અહીં મહિનામાં 8-10 સિલિન્ડરની ખપત રહે છે.રસોડાના કામ માટે દરરોજ વારાફરતી 3-3 મહિલા સદસ્યનો વારો આવે છે. જ્યારે ઘરમાં ઝાડુ-પોતાનું કામ પરિવારના યુવક-યુવતીઓને સોંપાયું છે.

કોઈપણ મોટા તહેવારમાં આખો પરિવાર હળીમળીને બધા કામ પૂરા કરે છે. પરિવારના એકબીજા પ્રત્યેના પ્રેમ અંગે આખું ગામ ઉદાહરણ આપે છે. થોડા દિવસો પહેલાની જ વાત છે જ્યારે પરિવારના એક સદસ્યની તબીયત ખરાબ હતી ત્યારે ડોક્ટરે કહ્યું કે લોહીની જરુર પડશે તો પરિરવારના 20 જણા લોહી આપવા માટે દોડીને હોસ્પિટલ પહોંચી ગયા. જે જોઈને હાજર સ્ટાફ પણ આશ્ચર્યમાં પડી ગયો હતો.વિશ્વનાર પાંડે 200 વીઘા જમીનના માલિક છે, પરંતુ હજુ સુધી એકપણ ભાગ પડ્યો નથી.
ઘરના પુરુષ સદસ્યો ખેતી કરે છે. ઘરના મુખ્ય મોભીનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. તેમજ આયુર્વેદિક દવાના જાણકારો હોવાથી ખાલી સમયમાં લોકોને દવા પણ આપતા હતા. તેમણે ગામમાં બે ઇન્ટર કોલેજ અને એક ડિગ્રી કોલેજની સ્થાપના કરાવી છે.
આ છે સાચો પરિવાર જે દરેક પરિવારમાટે પ્રેરણાદાયક છે

હવે બીજો એક કિસ્સો જોઈએ..
પરિવારમાં નાના-મોટા ઝઘડા અને વિવાદના કારણે સંબંધો ખરાબ થતાં આપણે ઘણી વાર જોયા છે. પરંતુ ફિરોઝાબાદમાં એક પરિવાર મજબૂતીથી તેમના સંબંધો સાચવી રહ્યા છે. 38 સભ્યોનો આ પરિવાર દરેક લોકો માટે પ્રેરણા છે. અહીં મહિલાઓ ઘરનું કામ કાજ સંભાળે છે અને પુરુષો બહારની જવાબદારીઓ સંભાળે છે. જોકે પરિવારમાં આટલો સભ્યો હોવા છતાં હજી સુધી અહીં કોરોનાની એન્ટ્રી થઈ શકી નથી. વિશ્વ પરિવાર દિવસે અમે તમને આ પરિવારની કહાની જણાવી રહ્યા છીએ.

ફિરોઝાબાદ જિલ્લામાં એક છિકાઉ ગામ છે. આ ગામમાં 38 સભ્યોનું દિક્ષિત પરિવાર રહે છે. પૂર્વ મંત્રી બ્રહ્મદત્ત દીક્ષિતની રાજકીય અદાવતમાં ગોળી મારીને હત્યા કર્યા પછી તેમના ચોથા નંબરના દીકરા વિનોદ દિક્ષીતે મંત્રી પદની જવાબદારી સંભાળી હતી. દરેક ભાઈઓ સાથે મળીને પરિવારને આગળ વધારવાનું કામ કર્યું. અંદાજે 2,674 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં બનેલા મકાનમાં 9 ભાઈઓ તેમની પત્ની અને 20 બાળકો સાથે રહે છે
2,674 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં બનેલા મકાનમાં 9 ભાઈઓ તેમની પત્ની અને 20 બાળકો સાથે રહે છે.

આ પરિવારમા એક દિવસમાં 5 કિલો લોટ, 3 કિલો ચોખા, 2 કિલો દાળ અને 3 કિલો ટામેટા-કાકડીનું સલાડ બનતું.
પરિવારમાં 9 મહિલાઓ છે. તેમાંથી 3 મહિલાઓ જમવાનું બનાવવાની જવાબદારી સંભાળે, 3 મહિલાઓ પશુઓ સંભાળે છે જ્યારે બાકીની 3 મહિલાઓ ઘરમાં કપડાં અને અન્ય કામ પૂરા કરે છે. ઘરમાં દરેક લોકોની જવાબદારી નક્કી છે. સવારે ઉઠતાની સાથે જ દરેક લોકો પોતાના કામ પૂરા કરવામાં લાગી જાય છે. નિરજે જણાવ્યું કે, અમારો પરિવાર મોટો હોવાથી ખાણી-પીણીમાં પણ એટલો જ સામાન વપરાય છે. એક જ દિવસમાં અમારા ત્યાં 5 કિલો લોટ, 3 કિલો ચોખા, 2 કિલોદાળ અને 3 કિલો સલાડ બને છે
નીરજ દીક્ષિતે જણાવ્યું કે, 3 મોટા ભાઈ પ્રમોદ દીક્ષિત, મનોજ દીક્ષિત, પવન દીક્ષિત દિલ્હીમાં રહે છે. તે લોકો ગામમાં જ છે. અંદાજે 120 વિધામાં ખેતી કરવાની સાથે બટાકાનો અને અન્ય બિઝનેસ કરીને તેઓ પરિવારનું પૂરુ કરે છે. આ બધાની સાથે અમે એકસાથે રહીએ છીએ. દરેકનું જમવાનું પણ એક સાથે જ ચુલા પર બને છે.

………………………………..
પરિવાર માટે આટલુ કરીએ?:-

* પ્રેમ અને શાંતિ
વહેંચવા માટે પરિવારોમાં
ભેગા થવું.
* તમારા પરિવાર સાથે થોડો
સમય વિતાવો અને વાત કરો.

*તમારી આસપાસના
લોકોને એક દિવસ માટે
તેમના પરિવારના સભ્યો
સાથે સમય પસાર કરવા
અને શેર કરવા પ્રોત્સાહિતકરો

*તમે ભેટ આપીને અને
ભોજન વહેંચીને તમારો
પ્રેમ અન્ય લોકો સાથે શેર
કરી શકો છો.
* અહિંસાને અનુસરવા માટે
વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓ
કરીને વિશ્વને રહેવા માટે
વધુ સારું સ્થાન બનાવો.

*તમને આ દિવસે તમામ
પ્રકારના લોકોમાં શાંતિનો
સંદેશ ફેલાવવાની છૂટ છે.
*શક્ય હોય તો ભોજન સાથે મળીને કરો.
*દરેકના જન્મ દિવસ, વાર તહેવારો સાથે મળીને ઉજવો.
*પરિવારના સુખ દુઃખમા એકબીજાની પડખે રહો.
*સમસ્યાઓ હલ કરો ઉભાન કરો….

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here