Wednesday, June 24, 2026
HomeSportsCricketવુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

Date:

Related stories

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું...

અલ-નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં પ્રશાંત મહાસાગરનું...

3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ...

રોકડ દાન અને સોના-ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો હવે દેશના...

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું, આયર્લેન્ડ સામે અટાપટ્ટુની સદીથમ મેચ: ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને 6 વિકેટે હરાવ્યું, સેમિફાઇનલની આશાઓ અકબંધ

ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલા સ્કોટલેન્ડની શરૂઆત સારી રહી હતી. ડાર્સી કાર્ટર અને કેથરીન ફ્રેઝરે પ્રથમ વિકેટ માટે 51 રન જોડ્યા હતા. કાર્ટરે પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરતા ટીમને 45/0 સુધી પહોંચાડી હતી. જોકે, ત્યારબાદ ન્યૂઝીલેન્ડની બોલરોએ વાપસી કરી અને નિયમિત અંતરે વિકેટો ઝડપીને રનગતિ પર લગામ લગાવી હતી.

ફાસ્ટ બોલર લિયા તાહુહુએ કેથરીન ફ્રેઝર (7)ને આઉટ કરીને T20 ઇન્ટરનેશનલમાં પોતાની 100મી વિકેટ પૂરી કરી. ત્યારબાદ કેથરીન બ્રાઇસ પણ લાંબો સમય ટકી શકી નહીં. એક છેડે ડાર્સી કાર્ટર ટકી રહી અને તેણે 72 રનની અણનમ ઇનિંગ રમી. તેણે પોતાની અડધી સદી પણ પૂરી કરી, પરંતુ બીજા છેડેથી તેને વધુ સપોર્ટ મળ્યો નહીં.

ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઇને 15મી ઓવરમાં મેચનો માર્ગ બદલી નાખ્યો. તેણે પહેલી જ બોલ પર સારા બ્રાઇસને LBW આઉટ કરી અને તે જ ઓવરમાં એલ્સા લિસ્ટરની વિકેટ પણ લીધી. ત્યારબાદ અમેલિયા કેરે શાનદાર બોલિંગ કરતા 19મી ઓવરમાં ડબલ-વિકેટ મેડન ફેંક્યો. સ્કોટલેન્ડની ટીમ 20 ઓવરમાં માત્ર 131 રન જ બનાવી શકી.

132 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત અત્યંત ખરાબ રહી. ટીમે 26 રન સુધીમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી અને મુકાબલો સ્કોટલેન્ડ તરફ ઝૂકતો દેખાઈ રહ્યો હતો. પરંતુ ઇઝી શાર્પ અને બ્રુક હોલિડેએ જવાબદારી સંભાળી. બંને બેટર્સે સંયમ અને આક્રમકતાનું ઉત્તમ મિશ્રણ દર્શાવતા ઇનિંગ્સને સંભાળી અને ટીમને જીતના માર્ગે પાછી લાવી દીધી.

શાર્પ અને હોલિડેની ભાગીદારીએ સ્કોટલેન્ડની વાપસીની આશાઓનો અંત લાવી દીધો. બંનેએ લક્ષ્યનો પીછો સરળ બનાવી દીધો અને ન્યૂઝીલેન્ડે 6 વિકેટ બાકી રહેતા મુકાબલો પોતાના નામે કરી લીધો. આ જીતથી ન્યૂઝીલેન્ડની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓ અકબંધ છે, જ્યારે સ્કોટલેન્ડનો પ્રવાસ ગ્રુપ તબક્કામાં જ સમાપ્ત થઈ ગયો.ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને 6 વિકેટે હરાવીને સેમિફાઇનલની પોતાની આશાઓ જીવંત રાખી છે. સ્કોટલેન્ડે પહેલી બેટિંગ કરતા 131 રન બનાવ્યા હતા, જેને ન્યૂઝીલેન્ડે શરૂઆતી ઝટકાઓ છતાં ચેઝ કરી લીધો હતો. આ હાર સાથે સ્કોટલેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલા સ્કોટલેન્ડની શરૂઆત સારી રહી હતી. ડાર્સી કાર્ટર અને કેથરીન ફ્રેઝરે પ્રથમ વિકેટ માટે 51 રન જોડ્યા હતા. કાર્ટરે પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરતા ટીમને 45/0 સુધી પહોંચાડી હતી. જોકે, ત્યારબાદ ન્યૂઝીલેન્ડની બોલરોએ વાપસી કરી અને નિયમિત અંતરે વિકેટો ઝડપીને રનગતિ પર લગામ લગાવી હતી.

બીજી મેચ: અટાપટ્ટુની સદીથી શ્રીલંકા 9 વિકેટે જીત્યું

શ્રીલંકાએ આયર્લેન્ડને 9 વિકેટે હરાવીને સેમિફાઇનલની પોતાની આશાઓ જીવંત રાખી. બ્રિસ્ટલમાં ચમારી અટાપટ્ટુએ અણનમ 106 રનની ઇનિંગ રમી. તેણે 61 બોલમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. આ તેના T20 ઇન્ટરનેશનલ કરિયરની ચોથી સદી છે.

આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 130 રન બનાવ્યા. કેપ્ટન ગેબી લુઈસે 50 બોલમાં 59 રન અને એલિસ ટેક્ટરે અણનમ 28 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી મિથાલી અયોધ્યા સૌથી સફળ બોલર રહી, તેણે 18 રન આપીને 1 વિકેટ લીધી.

131 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકા તરફથી અટાપટ્ટુએ 30 બોલમાં ટુર્નામેન્ટની પોતાની પહેલી ફિફ્ટી પૂરી કરી અને પછી 58 બોલમાં સદી ફટકારી દીધી. અથાપથુ અને ઇમેશા દુલનીએ પહેલી વિકેટ માટે 98 રન જોડ્યા. દુલની 27 બોલમાં 20 રન બનાવીને આઉટ થઈ. ત્યારબાદ અટાપટ્ટુએ ચોગ્ગો ફટકારીને ટીમને 15.3 ઓવરમાં 134/1 રન પર પહોંચાડીને જીત અપાવી દીધી.

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું...

અલ-નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં પ્રશાંત મહાસાગરનું...

3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ...

રોકડ દાન અને સોના-ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો હવે દેશના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here