ગોવામાં ભાજપની વધી રહી છે મુશ્કેલીઓ

0
63
news/NAT-HDLN-2-unwell-ministers-are-removed-from-manohar-parrikar-cabinet-in-goa-gujarati-new
news/NAT-HDLN-2-unwell-ministers-are-removed-from-manohar-parrikar-cabinet-in-goa-gujarati-new

ગોવાઃ પારિકર કેબિનેટથી હટાવાયા 2 બીમાર મંત્રી, ભાજપની મુશ્કેલી વધીગોવામાં મુખ્યમંત્રી મનોહર પારિકર કેબિનેટમાંથી બે મંત્રીઓને હટાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ઓફિસે સોમવારે આ વાતની જાણકારી આપી છે. મંત્રીમંડળમાંથી હટાવવામાં આવેલા બંને મંત્રીઓ સત્તાપક્ષ ભાજપના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સિસ ડિસૂઝા અને પાંડુરંગ મડકઈકર છેલ્લા કેટલાક સમયથી બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. ડિસૂઝાની સારવાર હાલ અમેરિકામાં ચાલી રહી છે. જ્યારે મડમઈકર જેમને જૂનમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, તેમની પણ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ગોવામાં ભાજપ સરકારની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. રાજ્યના મુખ્યમંત્રી પારિકર પહેલાથી જ બીમાર છે અને લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ છે. બીજી તરફ, બે મંત્રીઓ બીમાર થઈ જવાના કારણે વિપક્ષને સવાલ ઉઠાવવાની તક મળી ગઈ છે. પારિકરની ગેરહાજરીમાં કોંગ્રેસ માંગ કરી રહ્યું છે કે બરખાસ્ત કરી દેવી જોઈએ. ગોવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગિરિશ ચોદાનકરે આ બે મંત્રીઓને હટાવવા મામલે જણાવ્યું કે, જો તે લોકો તેમના મંત્રીઓને આરોગ્યના કારણોસર હટાવી રહ્યા છે તો આ હાસ્યાસ્પદ બાબત છે, આ દંભ છે. જ્યારે સીએમ પોતે જ બીમાર છે, જેમની હાલત આ બંને મંત્રીઓ કરતા પણ ખરાબ છે, ત્યારે મંત્રીઓને કાઢી મૂકવામાં આવ્યા અને સીએમ પોતાના પદ પર હજુ પણ કાયમ છે.

અમિત શાહે કરી હતી ટ્વિટ

– રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે મનોહર પાર્રિકર ગોવાના મુખ્યમંત્રી રહેશે. સાથે જ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે કેબિનેટમાં ટુંક સમયમાં ફેરફાર કરવામાં આવશે. શાહની આ જ ટ્વિટની અસર છે કે આજે બે બીમાર મંત્રીઓને કેબિનેટની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે.

– બહાર કરવામાં આવેલા ડિસૂઝા હાલ અમેરિકાની એક હોસ્પિટલમાં દાખલ છે જ્યારે જૂનમાં આઘાત લાગ્યા પછી બીમાર રહેલા મડકઈકરનો ઇલાજ મુંબઈની એક હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ભાજપના બે નેતાઓ- નીલેશ કાબરાલ અને મિલિંદ નાઈકને સોમવારની સાંજે મંત્રીપદના શપથ અપાવવામાં આવશે.
– નાઈક પૂર્વની લક્ષ્મીકાંત પારસેકરની સરકારમાં વીજમંત્રી રહી ચૂક્યા છે, જ્યારે કાબરાલ પહેલીવાર મંત્રીપદના શપથ લેશે.
– ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી બીમાર પૂર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરને શનિવારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઇમ્સ)માં દાખલ કરવામાં આવ્યા. તેમની બગડતી તબિયત જોઇને એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાજ્યમાં તેમની જગ્યાએ અન્યને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.