LIVE એશિયા કપઃ અફઘાનિસ્તાનના મોહમ્મદ શાહઝાદ શાનદાર સદી; સ્કોર- 15545

0
114
SPO-HDLN-asia-cup-india-vs-afghanistan-match-live-and-updates-gujarati-news-5961860-NOR.
SPO-HDLN-asia-cup-india-vs-afghanistan-match-live-and-updates-gujarati-news-5961860-NOR.

એશિયા કપમાં મંગળવારે સુપર-4ના પોતાના અંતિમ મુકાબલામાં ભારત અફઘાનિસ્તાન સામ સામે છે. અફઘાનિસ્તાને શાનદાર શરૂઆત કરતાં 5 વિકેટના નુકસાને 34 ઓવરમાં 154 રન બનાવ્યાં છે. જાવેદ અહમદી માત્ર 5 રનના સ્કોરે જાડેજાની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો. તો રહમત શાહ પણ 5 રને જાડેજાનો શિકાર બન્યો હતો. જ્યારે કુલદીપ યાદવે હસમતુલ્લાહ શાહિદીને 0 રને તો કેપ્ટન અશગર અફઘાનને પણ 0 રને આઉટ કર્યો હતો. આ પહેલાં અફઘાનિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવતાં મહેન્દ્રસિંહ ધોનીએ ફરી ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે. કેપ્ટન તરીકે ધોનીની આ 200મી મેચ છે. 37 વર્ષનાં ધોનીએ 696 દિવસ બાદ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી છે.

11 વર્ષ પહેલાં વનડેમાં સંભાળી હતી ટીમ ઈન્ડિયાની કમાન

– ધોનીએ 29 સપ્ટેમ્બર 2007નાં રોજ પહેલી વખત વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી.
– ધોનીએ 29 ઓક્ટોબર, 2016નાં રોજ વિશાખાપટ્ટનમમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અંતિમ વખત ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. જે બાદ તેને કેપ્ટનશીપ છોડી દીધી હતી.

– ધોનીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો જે બાદથી વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે.

માત્ર 3 ક્રિકેટરો 200થી વધુ મેચમાં કરી છે કેપ્ટનશીપ

કેપ્ટન દેશ મેચ
રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયા 230
સ્ટીફન ફ્લેમિંગ ન્યૂઝીલેન્ડ 218
મહેન્દ્રસિંહ ધોની ભારત 200
અર્જુન રણતુંગા શ્રીલંકા 193
એલન બોર્ડર ઓસ્ટ્રેલિયા 178
ટીમ ઈન્ડિયા 5 ફેરફાર સાથે મેદાનમાં ઉતરી

– અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ બીજા 4 ફેરફાર કર્યાં છે. રોહિત શર્માં ઉપરાંત શિખર ધવન, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પણ આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ ખલીલ અહમદ, દીપક ચહર, મનીષ પાંડે અને સિદ્ધાર્થ કૌલને સ્થાન આપવામાં આવ્યું છે.

દીપક ચહરે વનડેમાં કર્યું ડેબ્યૂ

– આ મેચથી દીપક ચહરે પોતાના આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી છે. મેચ પહેલાં ધોનીએ તેને બ્લૂ કેપ પહેરાવી.

– 7 ઓગસ્ટ, 1992નાં રોજ આગ્રામાં જન્મેલો દીપક આ પહેલાં માત્ર એક આંતરરાષ્ટ્રીય ટી-20 જ રમ્યો છે.

ટીમ ઈન્ડિયા ફોર્મમાં

– ભારતે સુપર-4માં અત્યાર સુધીની તમામ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જો કે તેમ છતાં આ મેચને પણ ટીમ ઈન્ડિયા સહેલાયથી નહીં લે કેમકે ભારત દરેક રીતે પોતાનો વિજયી ક્રમ યથાવત રાખવા માંગે છે અને ફાઈનલ સકારાત્મક માનસિકતા સાથે રમવા માંગે છે.

– તો અફઘાનિસ્તાન માટે આ મેચ એક સાખની લડાઈ છે. તેઓ આ મેચને જીતીને ટૂર્નામેન્ટમાં અંત લાવવા માગે છે.
– તો ભારતીય બોલર્સની વાત કરીએ તો તેઓ માટે અફઘાનિસ્તાનના કેટલાંક બેટ્સમેન ચિંતાનો વિષય બની શકે છે.
– અફઘાનિસ્તાનની ટીમમાં હસમતુલ્લાહ શાહિદી, કેપ્ટન અસગર અફઘાન, ઈનસાનઉલ્લાહ અને મોહમ્મદ શાહઝાદ મુખ્ય બેટ્સમેન છે.
– ભારત અફઘાનિસ્તાન સામેની મેચમાં ફાસ્ટ બોલર ખલીલ અહેમદ અને સિદ્ધાર્થ કૌલને તક આપવામાં આવી છે. અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. ખલીલે હોંગકોંગ વિરૂદ્ધ ત્રણ વિકેટ લીધી હતી.

ભારતઃ

અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ખલીલ અહમદ, દીપક ચાહર, સિદ્ધાર્થ કૌલ, મનીષ પાંડે

અફઘાનિસ્તાનઃ

મોહમ્મદ શહઝાદ, જાવેદ અહમદી, રહમત શાહ, અસગર અફઘાન (કેપ્ટન), હસ્મતુલ્લાહ શાહિદી, મોહમ્મદ નબી, ગુલબદીન નાઈબ, રાશિદ ખાન, આફતાબ આલમ, મુઝીર ઉર રહમાન, જાવેહ અહમદી, નાઝીબુલ્લાહ જાદરાન

SPO-HDLN-asia-cup-india-vs-afghanistan-match-live-and-updates-gujarati-news-5961860-NOR.
SPO-HDLN-asia-cup-india-vs-afghanistan-match-live-and-updates-gujarati-news-5961860-NOR.