ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયન કપનું ટાઈટલ જીતવા માટે મેચ શરૂ થઈ છે. બાંગ્લાદેશે 2 વિકેટ ગુમાવી 26 ઓવરમાં 135 રન બનાવ્યાં છે. કેદાર જાધવની બોલિંગમાં મેહદી હસન 32 રને રાયડુને કેચ આપી આઉટ થયો. તો ઈમરુલ કાયેસને યુજવેન્દ્ર ચહલે માત્ર 2 રનમાં LBW આઉટ કર્યો. આ પહેલાં બાંગ્લાદેશના બંને ઓપનર ખાસ કરીને લિટન દાસે ટીમ ઈન્ડિયાના બોલર્સની ભારે ધોલાઈ કરી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો.આ અગાઉ 2016 (T-20 ફોર્મેટ)માં બાંગ્લાદેશને હરાવી ભારત ચેમ્પિયન બન્યું હતું. જોકે, વનડેમાં કોઈ મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહેલીવાર બંને આમને-સામને હશે. બાંગ્લાદેશ સામે ભારતે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત 6 વાર વિજેતા બન્યું, બાંગ્લાદેશ બે વાર ઉપવિજેતા
T20 ફોર્મેટમાં બંને દેશોની વચ્ચે બે ફાઇનલ રમાઈ ચૂકી છે અને બંનેમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે. 2016 એશિયા કપમાં ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે યોજાયેલી નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 4 વિકેટથી પરાસ્ત કર્યું હતું.
ટૂર્નામેન્ટમાં એક પણ મેચ નથી હાર્યું ભારત, 4 મેચ જીત્યું
મેચ VS જીતનું અંતર
ગ્રુપ મેચ હોંગકોગ 26 રનથી
ગ્રુપ મેચ પાકિસ્તાન
8 વિકેટથી
સુપર-4 બાંગ્લાદેશ
7 વિકેટથી
સુપર-4 પાકિસ્તાન 9 વિકેટથી
સુપર-4 અફઘાનિસ્તાન ટાઈ
ભારતીય ટીમ અત્યાર સુધી રમાયેલા 13 એશિયા કપમાંથી 6 ખિતાબ જીતવામાં સફળ રહી છે. તે 1984, 1988, 1990, 1995, 2010 અને 2016માં ચેમ્પિયન બની છે. બીજી તરફ, બાંગ્લાદેશ આજ સુધી ચેમ્પિયન નથી બની શક્યું. તે 2012 અને 2016માં ઉપવિજેતા બન્યું હતું.
ભારત VS બાંગ્લાદેશ હેડ ટૂ હેડ
ક્યાં રમાયો? મેચ ભારત જીત્યું બાંગ્લાદેશ જીત્યું પરિણામ નહીં રદ
તટસ્થ સ્થાન પર 9 8 1 0 0
બાંગ્લાદેશમાં 23 17 4 1 1
ભારતમાં 3 3 0 0 0
કુલ 35 28 5 1 1
ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન આ એશિયા કપમાં અત્યાર સુધી 4 મેચોમાં બે સેન્ચુરીની મદદથી 327 રન બનાવી ચૂક્યો છે. તે એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા શ્રીલંકાના સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડી શકે છે. જયસૂર્યાએ 2008માં યોજાયેલા એશિયા કપમાં 5 મેચમાં 378 રન બનાવ્યા હતા.
એશિયા કપમાં સૌથી વધુ રન
બેટ્સમેન દેશ વર્ષ રન
સનથ જયસૂર્યા શ્રીલંકા 2008 378
સુરેશ રૈના ભારત 2008 372
વિરાટ કોહલી ભારત 2010 357
વીરેન્દ્ર સહેવાગ ભારત 2008 348
કુમાર સંગકારા શ્રીલંકા 2008 345
મહેન્દ્ર સિંહ ધોની ભારત 2008 327
શિખર ધવન ભારત 2016 327
બાંગ્લાદેશના મુસ્તફિજુર રહમાને ટૂર્નામેન્ટમાં 8 વિકેટ ઝડપી છે. મુસ્તફિજુર સૌથી વધુ વિકેટ લેવામાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન (10 વિકેટ) બાદ બીજા સ્થાને છે. જસપ્રીત બુમરાહે 7, ભુવનેશ્વર કુમારે 6, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે 7-7 વિકેટ લીધી છે.
ભારત – રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ. કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ