મહેસાણાના 100થી વધુ લોકો ફસાયા મનાલીમાં, ટ્રાવેલ્સ એજેન્ટે ફોન ઉપાડવાનું કર્યું બંધ

0
43
news/UGUJ-MEH-OMC-LCL-more-than-100-people-are-trapped-in-kullu-manali-agent-stop-to-receive-call-gujarati-news-
news/UGUJ-MEH-OMC-LCL-more-than-100-people-are-trapped-in-kullu-manali-agent-stop-to-receive-call-gujarati-news-

મહેસાણાના 132 જેટલા પ્રવાસીઓ મનાલીમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં બુકિંગ કરાવીને તમામ સભ્યો મનાલી ફરવા ગયા હતા. ટ્રાવેલ્સ એજેન્ટે આ પ્રવાસીઓ પાસેથી 7 લાખ રૂપિયા વસૂલ્યા હતા. હાલ ટુર્સ ઓપરેટર પણ ગાયબ છે. ટ્રાવેલ્સ એજેન્ટે પણ ફોન ઉપાડવાનો બંધ કરી દીધો છે. મનાલી પ્રવાસ પર ગયેલા આ સભ્યો કુલુ મનાલીના હાઈવે પર રઝળી પડ્યાં છે.