પહેલીવાર મીડિયા સામે આવી પાક. PMની પત્ની, કહ્યું – ઇમરાનની નજીક જવા લોકો તેનો સહારો લે છે

0
52

ઇમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા માનિક ખાન પહેલીવાર મીડિયા સામે આવી છે. ઇમરાન અને બુશરાના લગ્ન આ વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા. થોડાં સમય પહેલાં બંનેના સંબંધોમાં તણાવ થવા અને બુશરા તેના જૂના ઘરે પરત રહેવા જતી રહી હોવાની વાત સામે આવી હતી. પરંતુ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી થયા બાદ તેઓ એકવાર ફરીથી સાથે હોવાની વાત પણ સામે આવી હતી. પરંતુ લગ્ન બાદ ઇમરાનના પીએમ બન્યા સુધી તે મીડિયાથી દૂર રહી હતી. બુશરાએ પહેલીવાર પાકિસ્તાનની એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપ્યું છે. આ ઇન્ટરવ્યુના માધ્યમથી પહેલીવાર તેણે પોતાની વાત સામે રાખી છે. એટલું જ નહીં, ઇન્ટરવ્યુમાં તેણે ઇમરાન ખાનના વખાણ પણ કર્યા છે.ઇમરાનની નજીક જવા લોકો લે છે સહારો

– લગભગ પોણા કલાકના આ ઇન્ટરવ્યુમાં તેણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
– ઇમરાન સાથે લગ્ન બાદ પોતાના જીવનમાં આવેલા બદલાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ લગ્ન પહેલાં તેની પાસે લોકો અલ્લાહની નજીક જવા માટે આવતા હતા અને હવે ઇમરાનની નજીક આવવા માટે પણ લોકો તેનો સહારો લે છે.
– બુશરાએ કહ્યું કે, લગ્ન બાદ બંનેમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને આ માટે બંને જવાબદાર છે. તેણે ઇમરાનના ડોગના કારણે બંને વચ્ચે તણાવ ઉભો થયો હતો તે સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા છે.

ત્રીજી પત્ની થકી જ સૈન્ય PMના બેડરૂમ સુધી પહોંચ્યું: પાક લેખક; પહેલી પત્નીએ સૈન્ય સામે લગાવ્યા આરોપ

ઇમરાનથી વધુ સશક્ત કોઇ લીડર નહીં

– ઇમરાન અંગે પુછતાં બુશરાએ કહ્યું કે, તેને કોઇ પ્રકારના શોખ નથી. તે અત્યંત સાદી વ્યક્તિ છે. આ જ કારણ છે કે, પાકિસ્તાન પોતાને ખુશનસીબ ગણી શકે. પાકિસ્તાનને એવો વ્યક્તિ વડાપ્રધાન તરીકે મળ્યો છે જે પોતાના માટે કંઇ જ કરવા નથી ઇચ્છતો. પરંતુ જનતા માટે ઘણું બધુ કરવા ઇચ્છે છે.
– તેણે કહ્યું કે, પાકિસ્તાનમાં ઇમરાનની સરખામણીએ અન્ય કોઇ સશક્ત લીડર નથી. પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા લીડર છે અથવા ઇમરાન ખાન છે.
– જો કે, તેઓ પણ પાકિસ્તાનની રાતોરાત કાયાકલ્પ કરી દેશે તેવું નહીં થાય, તેઓની પાસે કોઇ જાદૂઇ છડી નથી. આ માટે થોડો સમય ચોક્કસથી લાગશે.
– બુશરાનું કહેવું છે કે, ઇમરાન જ એવા વ્યક્તિ છે જેઓના કારણે પાકિસ્તાન પ્રગતિ કરશે, પછી ભલેને ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય.

લાહોર જઇને ખૂબ જ દુઃખી થઇ

– બુશરાએ કહ્યું કે, લાહોર જઇને તે ખૂબ જ દુઃખી હતી. તેની પાછળના કારણ અંગે તેણે જણાવ્યું કે, જ્યારે તે અહીંની સરકારી ઓલ્ડ એજ હોમ્સમાં ગઇ તો ત્યાંની પરિસ્થિતિ જોઇને તેને ખૂબ જ દુઃખ થયું.
– બુશરાનું કહેવું છે કે, પાકિસ્તાનના પ્રાઇવેટ ઓલ્ડ એજ હોમ્સની પરિસ્થિતિ ખૂબ જ સારી છે. આ માત્ર ઓલ્ડ એજ હોમની વાત નથી, પરંતુ દેશમાં મોજૂદ ચિલ્ડ્રન હોમ્સ પણ સામેલ છે.

ક્યારેય પોતે સિવડાવીને કપડાં નથી પહેર્યા

– બુશરાએ એમ પણ કહ્યું કે, ઇમરાન ખાને ક્યારેય જાતે સિવડાવીને કોઇ કપડાં નથી પહેર્યા. જો તેને કોઇ સિવડાવેલા કપડાં આપે છે તો તે એ જ પહેરી લે છે.
– ઇમરાન ખાનના પસંદગીના ભોજન અંગે બુશરાએ કહ્યું કે, તેઓને ચિકન ખૂબ જ પસંદ છે, પણ તે સિમ્પલ હોય તેવું.

લિબાસ (કપડાં) જ ઓળખ છે

– ઉલ્લેખનીય છે કે, ઇમરાનના લગ્ન બાદ જ્યારે બુશરાનો પહેલો ફોટો મીડિયામાં આવ્યો હતો ત્યારે લોકોએ આ અંગે ઘણી અટકળો લગાવી હતી.
– આ ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, તેનો પરદો જ તેની ઓળખ છે, આ જ કારણથી તે પાકિસ્તાનમાં ઓળખાય છે. આ વાતની તેને ખુશી છે.
– બુશરાએ એમ પણ કહ્યું કે, જે લોકો તેના કપડાંની મજાક ઉડાવે છે, તેઓએ આવું ના કરવું જોઇએ. પાકિસ્તાનમાં મહિલાઓને પોતાના ચહેરા અને શરીરને ઢાંકવું એ ચર્ચાનો મુદ્દો ના બની શકે.