ત્રણેય સેનાઓના કમાંડોને એક કમાનમાં લાવવાની મોદી કરી શકે છે જાહેરાત

0
49
/news/NAT-HDLN-prime-minister-modi-launches-commander-conference-at-air-force-station-gujarati-news-

સર્જિકલ સ્ટ્રાઈકને બે વર્ષ પૂરા થવાના આગલા દિવસે શુક્રવારે જોધપુર એરફોર્સ સ્ટેશન પર ત્રણ સેનાઓના ટોપ કમાન્ડરની સંયુક્ત કોન્ફરન્સ થઈ રહી છે. વડાપ્રધાન મોદી તેને સંબોધિત કરશે. શક્યતા છે કે તેમાં ઈન્ટીગ્રેટેડ કમાનની જગ્યાએ ટ્રાઈ સર્વિસ એજન્સીને મંજૂરી મળી શકે છે. તેનાથી ત્રણેય સેનાઓ સીધા સાઈબર, એરોસ્પેસ અને સ્પેશિયલ ઓપરેશનને સાથે મળીને પૂરુ કરે. ટ્રાઈ સર્વિસ એજન્સીનો પ્રસ્તાવ રક્ષા મંત્રાલય પાસે ઘણાં વર્ષોથી પેન્ડિંગ છે. શુક્રવારે વડાપ્રધાનની હાજરીમાં તેની જાહેરાત થવાની શક્યતા છે.

આ કાર્યક્રમમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોધપુર પહોંચી ગયા છે.

દેશમાં ઘણી વાર થઈ ચૂકી છે ઈન્ટીગ્રેટેડ કમાનની ભલામણ

1. રક્ષા નિષ્ણાત નિતિન દોલે અને બ્રિગેડિયર ગુરમીત કવંલનું કહેવું છે કે, કારગીલ યુદ્ધ પછીથી ઈન્ટીગ્રેટેડ કમાનનો પ્રસ્તાવ પેન્ડિંગ છે. પરંતુ આ વખતે કમાન્ડર્સ કોન્ફરન્સમાં ટ્રાઈ સર્વિસ એજન્સીની જાહેરાત થઈ શકે છે. આ એજન્સી સાઈબર, સ્પેસ અને સ્પેશિયલ ઓપરેશન જોવે છે.

2. પૂર્વ ડેપ્યૂટી પ્રાઈમ મિનિસ્ટર લાલ કૃષ્ણ અડવાણીની અધ્યક્ષતા વાળા મંત્રી સમૂહના રિપોર્ટ પછી 2003માં અંદમાન નિકોબાર કમાનની સ્થાપના આ જ ઉદ્દેશથી કરવામાં આવી હતી. પરંતુ સીમિત સંસાધનોના કારણે આ પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો.

3. હાલમાં ત્રણેય સેનાઓમાં સાઈબર અને સ્પેસ સાથે જોડાયેલા કેસને જોવા માટે 1000થી વધારે નિષ્ણાતો છે. આગામી નાના-મોટા દરેક યુદ્ધમાં આ બંને વિભાગની ભૂમિકા મહત્વની રહેશે. તેને ધ્યાનમાં રાખીને સાઈબર અને સ્પેસ કમાનની પરિકલ્પના કરવામાં આવી છે.

4. સાઈબર કમાન સીધા નેશનલ સાઈબર સિક્યોરિટી એડ્વાઈઝરીના સંપર્કમાં રહેશે અને સેના સાથે જોડાયેલા કેસ જોશે. એટલે કે સેનાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈ પણ પ્રકારના સાઈબર હુમલાને નિષ્ફળ કરવાની સાથે દુશ્મન પર આ પ્રકારના હુમલા કરવા માટે પણ તૈયાર રહેશે.

5. સ્પેસ સાથે જોડાયેલા સેનાના કેસને જોવા માટે ત્રણેય સેના પાસે હાલ 200 કરતાં વધુ નિષ્ણાતો છે. આ બધાને એક એજન્સી અંતર્ગત લાવવાની યોજના છે. જેથી તેઓ દરેક ક્ષેત્રનાઅગ્રણી જેવા કે ઈસરો અને ડીઆરડીઓ સાથે સારી રીતે મળીને કામ કરી શકે.

6. હાલમાં સેનાના સ્પેશિયલ પેરા કમાન્ડો, એરફોર્સના ગરુડ અને નૌસેનાના માર્કોસ કમાન્ડો સહિત નેશનલ સિક્યોરિટી ગાર્ડના કમાન્ડો અલગ અલગ નેતૃત્વ આધીન કામ કરે છે. આ દરેકને એક કમાન અંતર્ગત લાવવાની યોજના છે.

ટ્રાઈ સર્વિસથી આપણે અમેરિકા અને રશિયાની લાઈનમાં આવી જઈશું

– અમેરિકા અને રશિયા જેવા અમુક દેશો પાસે ટ્રાઈ સર્વિસ કમાન પહેલેથી જ છે. એજન્સીમાં આર્મી સેના, નૌસેના અને વાયુસેનાના પસંદગીના જવાનોને સામેલ કરવામાં આવશે. હાલ કોઈ મોટા યુદ્ધની શક્યતા નથી. સીમિત યુદ્ધમાં આ એજન્સીની ભૂમિકા મહત્વની હોય છે.
– લક્ષ્ય આધારિત કોઈ મોટા ઓપરેશનને આ ફોર્સ તુરંત નિર્ણાયક બનાવી શકે છે. જેવી રીતે યુએસ નેવી સીલ કમાન્ડોએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જ ઠાર કરી દીધો હતો. ભારતમાં અમેરિકાની સ્પેશિયલ ઓપરેશન કમાનની જેમ એક એજન્સી બનાવવામાં આવશે.

/news/NAT-HDLN-prime-minister-modi-launches-commander-conference-at-air-force-station-gujarati-news-
/news/NAT-HDLN-prime-minister-modi-launches-commander-conference-at-air-force-station-gujarati-news-