2018 માટે મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર નેગેટિવ ઇમ્યૂન રેગ્યૂલેશનના ઇનહિબિશન દ્વારા કેન્સર થેરેપીની શોધ માટે સંયુક્ત રીતે જેમ્સ એલિસન તથા તાસુકૂ હોન્જોને આપવામાં આવ્યો. નોબલને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે.
આ વર્ષે સાહિત્યનો નોબલ પુરસ્કાર નહીં
– જો કે, આ વખતે સાહિત્યનો નોબલ પુરસ્કાર કોઈને નહીં આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.
– સાંસ્કૃતિક પ્રવત્તિઓ સાથે જોડાયેલા ક્લાઉડ અર્નોલ્ટ યૌન ઉત્પીડનના આરોપમાં ફસાતા ઊભા થયેલા વિવાદને જોતા નોબલ પુરસ્કાર જાહેર કરતી એકેડમીએ આ વખતે પુરસ્કાર ન આપવાનો નિર્ણય કર્યો છે.
– આજે મેડિસિનના નોબલ પુરસ્કારોની જાહેરાતની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહની શરૂઆત થઈ ગઈ છે.
– સાહિત્યનો નોબલ પુરસ્કાર ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર એવું થશે કે સાહિત્યનો નોબલ પુરસ્કાર નહીં આપવામાં આવે.
– દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિકિત્સા, ભૌતિકી, રસાયણ, શાંતિ અને અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કાર આપવામાં આવશે.
– મેડિસિનના નોબલ પુરસ્કારની જાહેરાત બાદ શાંતિના નોબલ પુરસ્કાર પર લોકોની નજર રહેશે. શાંતિના નોબલની જાહેરાત ઓસ્લોમાં થશે.
– ઉલ્લેખનીય છે કે, ડાયનામાઇટના ઇન્વેન્ટર એલ્ફ્રેડ નોબલની યાદમાં દર વર્ષે નોબલ પુરસ્કાર આપવામાં આવે છે.