અમદાવાદ : દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કાલ કરતાં આજે નવા 9 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 6 કેસો નોંધાયા છે. જેમાં ચાર પુરુષ અને બે મહિલા છે. દેશમાં આજે સૌથી વધુ 265 કેસ કેરળમાં, બીજા નંબરે તમિલનાડુમાં 15 કેસ, ત્રીજા નંબરે કર્ણાટકમાં 13 કેસ અને ચોથા નંબરે ગુજરાતમાં 9 કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 2606 પર પહોંચી છે. જ્યારે કર્ણાટકમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 105, તામિલનાડુમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 104 અને ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં આજે વધુ આઠ નવા કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 53 પર પહોંચી છે, પણ આજનો કેસ વધવાનો આંકડો ગુજરાતં કરતાં ઓછો છે. અમદાવાદમાં કોરોનાના 7 એક્ટિવ કેસ 12 થયા છે. ગઈકાલે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા હતા. આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા હતા, જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ સંક્રમિત થયાં છે, એક જ દિવસમાં 6 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતા ચિંતા વધી છે. ત્યારે રાજકોટ કોર્પોરેશને પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે. એમાં લોકોને બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો એવો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આજે નવરંગપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાંથી કેસો નોંધાયા છે. બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. પુણે અને સિંગાપોરથી પરત આવ્યા બાદ તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યા હતા. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે. કુલ 18 જેટલા કેસો એક્ટિવ છે. ગાંધીનગર જિલ્લામાં ગઈકાલે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. વાવોલમાં રહેતા 8 વર્ષીય બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં હોમ આઈસોલેશન કરવામાં આવ્યો છે. જે બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યો હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસમાં ગાંધીનગરમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી છે.
ગુજરાતમાં કોરોનાના આજે વધુ 9 કેસ:એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી, અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા
Date: