નવી દિલ્હી : Chat GPT ને ટક્કર આપવા માટે આકાશ અંબાણીએ કમર કસી લીધી છે. આ મામલે Reliance Jio Infocomm ના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે અમે Bharat GPT પર કામ કરી રહ્યા છીએ. આ પ્રોગ્રામ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (IIT-Bombay) સાથેની ભાગીદારીથી શરૂ કરાઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર આકાશ અંબાણીએ આ વાતની જાણકારી IIT-Bombay ઈન્સ્ટિટ્યુટના એન્યુઅલ ટેક્નોલોજી ફેસ્ટિવલમાં આપી હતી. BharatGPT ની તુલના Open AI દ્વારા તૈયાર કરાયેલા ChatGPT સાથે થઈ રહી છે, જે આખી દુનિયામાં ચર્ચિત છે. આ પ્લેટફોર્મ ગત વર્ષે લોન્ચ કરાયું હતું. આકાશ અંબાણીએ એક જબરદસ્ત ઈકો સિસ્ટમ તૈયાર કરવી કેમ જરૂરી છે તે વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કંપનીના વિઝન Jio 2.0 વિશે પણ જાણકારી આપી હતી. આ માટે તેમણે 2014માં IIT Bombay સાથે ભાગીદારી કરી હતી જેનો હેતુ generative AI અને લાર્જ લેંગ્વેજ મોડેલ તૈયાર કરવાનો હતો જે ChatGPT જેવું જ હશે. આ સાથે Jio એક મહત્ત્વાકાંક્ષી વેન્ચર પર કામ કરી રહ્યું છે, જે એક ટેલિવિઝન ટેક્નોલોજી હશે. તેમણે કહ્યું હતું કે કંપની તેમના ટીવી માટે એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી રહી છે.