ચંદા કોચરે ICICI બેન્કના CEO અને MD પદથી આપ્યું રાજીનામું, શેરમાં 5%નો ઉછાળો

0
75
n/news/BUS-LNEWS-HDLN-icici-bank-ceo-chanda-kochhar-resigns-today-news-and-update-gujarati-news-5965591-N
n/news/BUS-LNEWS-HDLN-icici-bank-ceo-chanda-kochhar-resigns-today-news-and-update-gujarati-news-5965591-N

વીડિયોકોન ધિરાણ મામલે વિવાદોમાં આવેલા ICICI બેન્કના સીઈઓ ચંદા કોચરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુરુવારે ચંદાકોચરે રાજીનામું આપી દીધું છે. ચંદા કોચરની જગ્યાએ સંદીપ બખ્શીને નવા સીએમડી બનાવવામાં આવ્યા છે. ચંદા કોચરના રિઝાઈનથી આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં પણ અંદાજે 5 ટકાનો વધારો થયો છે.

ગુરુવારે બેન્ક તરફથી પણ આ માહિતી શેરબજારને આપવામાં આવી છે. બેન્ક તરફથી કહેવામાં આવ્યું છે કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ચંદા કોચરનું રાજીનામું સ્વીકારી લીધું છે. BoD તરફથી કરવામાં આવી રહેલી તપાસ પર આની કોઈ અસર નહીં થાય.

હવે બોર્ડે સંદીપ બખ્શીને બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અને બેન્કના સીએમડી બનાવવાનો નિર્ણય લીધો છે. બખ્શીનો કાર્યકાળ 5 વર્ષ સુધી એટલે કે 3 ઓક્ટોબર 2023 સુધી રહેશે.

વીડિયોકોન મામલે લાગ્યા આરોપ

આઈસીઆઈસીઆઈએ ધિરાણ આપવામાં બેન્કને હિતને ન જોવા અને પરિવારના સભ્યોને લાભ આપવાના વ્હિસલ બ્લોઅરના આરોપ પછી ચંદા કોચર વિરુદ્ધ સ્વતંત્ર તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. વીડિયોકોનને લોન આપવાના કેસમાં ચંદા કોચર અને તેના પરિવારના સભ્યોની મિલીભગતનો આરોપ છે. સેબીએ પણ આ મામલે ચંદા કોચરને નોટિસ આપી હતી.

માર્ચથી વિવાદોમાં હતા ચંદા કોચર

એક અંગ્રેજી ન્યૂઝ પેપરે દાવો કર્યો હતો કે, વીડિયોકોન ગ્રૂપની પાંચ કંપનીઓને આઈસીઆઈસીઆઈ બેન્કે એપ્રિલ 2012માં 3250 કરોડની લોન આપી છે. ગ્રૂપે આ લોનમાંથી 86% એટલે કે 2,810 કરોડ પરત કર્યા નથી. ત્યારપછી આ લોનને 2017માં એનપીએ (નોન પર્ફોમિંગ એસેટ) જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારપછી વીડિયોકોનની મદદથી બનેલી એક કંપનીચંદા કોચરના પતિ દીપક કોચરની આગેવાની વાળી પિનેકલ એનર્જી ટ્રસ્ટના નામે કરી દેવામાં આવી હતી. 94.99 ટકા હોલ્ડિંગવાળાં આ શેર્સ માત્ર રૂ. 9 લાખમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.