નવી મુંબઇ: શાહિદ કપૂર અને કૃતિ સેનનની મોસ્ટ અવેઇટેડ રોમેન્ટિક કોમેડી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ખૂબ ચર્ચામાં છે. ચાહકો આ સ્ટાર્સની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોવા માટે બેતાબ છે. આ સાથે જ ફિલ્મના પ્રથમ દિવસ માટે જબરદસ્ત એડવાન્સ બુકિંગ પણ થઈ રહ્યું છે. શાહિદ કપૂર અને કૃતિ સેનનની જોડી પહેલીવાર ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં સ્ક્રીન પર જોવા મળશે. આ સાથે જ ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ના પ્રથમ દિવસનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. SACNILCના રિપોર્ટ અનુસાર, ફિલ્મની અત્યાર સુધીમાં 4 હજાર 758 ટિકિટ વેચાઈ છે, જેના પરિણામે કુલ 13.26 લાખ રૂપિયાનું કલેક્શન થયું છે. રિઝનલ લેવલ પર મહારાષ્ટ્ર રૂ. 4.67 લાખના કલેક્શન સાથે મોખરે છે, ત્યારબાદ દિલ્હી રૂ. 4.05 લાખ સાથે બીજા ક્રમે છે. છત્તીસગઢે ફિલ્મના પ્રભાવશાળી ઓપનિંગ કલેક્શનમાં રૂ. 1.51 લાખનું યોગદાન આપીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા સૂચવે છે કે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ને સારી ઓપનિંગ મળી શકે છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ કોમ્પ્યુટર એન્જિનિયર આર્યનની સ્ટોરી છે. આ પાત્ર શાહિદ કપૂરે ભજવ્યું છે. ફિલ્મમાં આર્યન એટલે કે શાહિદ કૃતિ દ્વારા ભજવવામાં આવેલી સિફ્રાના પ્રેમમાં પડે છે. શરૂઆતમાં શાહિદ કપૂરને જાણ નથી હોતી કે, SIFRA નો અર્થ સુપર ઇન્ટેલિજન્ટ ફીમેલ રોબોટ ઓટોમેશન છે. આર્યન સિફ્રા સાથે જેટલો વધુ સમય વિતાવે છે તેટલો જ તે તેના પ્રેમમાં પડતો જાય છે. એક દિવસ આર્યનને ખબર પડી કે, સિફ્રા એક રોબોટ છે અને તેની બેટરી ઓછી છે. આર્યન એ જાણીને ચોંકી ગયો છે કે તે આ સમય દરમિયાન એક રોબોટના પ્રેમમાં હતો. આ પછી કઈ પરિસ્થિતિ આવે છે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.
શાહિદ કપૂર અને કૃતિ સેનનની મોસ્ટ અવેઇટેડ રોમેન્ટિક કોમેડી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ખૂબ ચર્ચામાં
Date: