પર્યટક સ્થળ માઉન્ટ આબુ બીજા દિવસે પણ સજ્જડ બંધ રહ્યું. સમારકામ અને બાંઘકામની મંજૂરીના મુદ્દે સરકાર સામે પ્રજાનો રોષ હજૂ યથાવત છે. બંધના પગલે તથા વેપારીઓ મકક્મ બની જતા રોડ અને માર્ગો સંપૂર્ણ પણે સુમસામ બની ગયા છે. જ્યાં સુધી સરકાર સમારકામ અને બાંધકામની મંજૂરી નહી આપે ત્યાં સુધી માઉન્ટ આબું અનિશ્ચિત કાળ સુધી બંધ રહેશે તેવી આબુવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે.
25 વર્ષથી નથી મળી બાંધકામની મંજૂરી
માઉન્ટ આબુમાં બિલ્ડિંગ બાયલોઝના સમર્થનમાં સંઘર્ષ સમિતિએ ગઈકાલથી માઉન્ટ બંધનું એલાન આપ્યું હતું. 25 વર્ષથી હિલ સ્ટેશન પર નવા બાંધકામની મંજૂરી નથી મળતી. માઉન્ટ આબુના બિલ્ડિંગ બાયલોઝના અમલને લઇ સંઘર્ષ સમિતિના બંધના એલાનને હોટલ તેમજ ટેક્સી એસોસિએશને પણ સમર્થન આપ્યું છે. સોમવારે સાંજે સંઘર્ષ સમિતિ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો.