પૃથ્વી શૉએ ડેબ્યૂ ટેસ્ટમાં જ ફટકાર્યા 134 રન, બનાવી નાખ્યા 7 રેકોર્ડ

0
65
news/SPO-IFTM-prithvi-shaw-saw-the-18-year-old-scoring-a-century-on-his-test-debut-gujarati-news-5965583-NOR.ht
news/SPO-IFTM-prithvi-shaw-saw-the-18-year-old-scoring-a-century-on-his-test-debut-gujarati-news-5965583-NOR.ht

ભારતીય ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉએ ડેબ્યૂ કરતા જ રાજકોટ ટેસ્ટમાં સદી ફટકારી હતી, તેને પોતાની ડેબ્યૂ સદીની સાથે કેટલાક મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. 18 વર્ષ 329 દિવસની ઉંમરમાં પૃથ્વી ચર્ચામાં આવી ગયો છે. પૃથ્વી શો વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં 134 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન તેને 19 ફોર ફટકારી હતી. પૃથ્વી ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો સૌથી નાની ઉંમરનો બેટ્સમને છે. તે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 15મો ભારતીય ખેલાડી છે. તે 100થી ઓછી બોલમાં સદી ફટકારનાર ભારતનો નવમો ક્રિકેટર છે.

પૃથ્વી શૉએ ડેબ્યૂ મેચમાં જ ફટકારી સદી

ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો સૌથી યુવા ભારતીય: પૃથ્વી શૉ ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો સૌથી નાની ઉંમરનો ભારતીય છે. સચિન તેંડુલકર ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ભારતીય બેટ્સમેન છે. સચિને 15 નવેમ્બર 1989માં પાકિસ્તાન વિરૂદ્ધ કરાચી ટેસ્ટમાં 16 વર્ષ છ મહિનામાં ડેબ્યૂ કર્યુ હતું. જોકે, તેને પ્રથમ સદી નવમી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ માનચેસ્ટરમાં 9 ઓગસ્ટ 1990માં 17 વર્ષ ત્રણ મહિનાની ઉંમરમાં ફટકારી હતી.

પૃથ્વી શૉએ ડેબ્યૂ મેચમાં જ પુરી કરી સદીની હેટ્રિક

– પૃથ્વી શૉએ રણજી ટ્રોફીની સેમિ ફાઇનલ (જાન્યુઆરી 2018)માં ડેબ્યૂ કર્યુ હતું અને તે મેચમાં સદી ફટકારી હતી.
– પૃથ્વી શૉએ દુલીપ ટ્રોફીમાં ડેબ્યૂ (સપ્ટેમ્બર 2017)માં કર્યુ અને ફાઇનલ રમતા સદી ફટકારી હતી.
– અને હવે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા સદી ફટકારી અનોખી હેટ્રિક પુરી કરી હતી.

ભારતીય બેટ્સમેન- સૌથી નાની ઉંમરમાં પ્રથમ ટેસ્ટ સદી

17 વર્ષ 112 દિવસ: સચિન તેંડુલકર Vs ઇંગ્લેન્ડ, માનચેસ્ટર, 1990
18 વર્ષ 329 દિવસ: પૃથ્વી શૉ Vs વેસ્ટ ઇન્ડીઝ, રાજકોટ, 2018
20 વર્ષ 21 દિવસ: કપિલ દેવ Vs વેસ્ટ ઇન્ડીઝ, દિલ્હી, 1979
20 વર્ષ 131 દિવસ: અબ્બાસ અલી બેગ Vs ઇંગ્લેન્ડ, માનચેસ્ટર, 1959

પૃથ્વી શૉ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો સૌથી યુવા બેટ્સમેન છે. પૃથ્વીએ 99 બોલમાં પોતાની પ્રથમ સદી ફટકારી છે.આ સિવાય પૃથ્વી ડેબ્યૂ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારવા મામલે ત્રીજો બેટ્સમેન બની ગયો છે. પૃથ્વી શૉથી આગળ શિખર ધવન અને વેસ્ટ ઇન્ડીઝનો ડ્વેન સ્મિથ છે.

ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી ઓછા બોલ પર સદી, પૃથ્વી ત્રીજા સ્થાને

85 બોલ: શિખર ધવન Vs ઓસ્ટ્રેલિયા, મોહાલી, 2013
93 બોલ: ડ્વેન સ્મિથ Vs દક્ષિણ આફ્રિકા, કેપટાઉન, 2004
99 બોલ: પૃથ્વી શૉ Vs વેસ્ટ ઇન્ડીઝ, રાજકોટ, 2018

પૃથ્વી ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર યુવા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને છે. આ યાદીમાં પૃથ્વી પહેલા બાંગ્લાદેશનો મોહમ્મદ અશરફુલ છે. ઝિમ્બાબ્વેનો હેમિલ્ટન મસાકજા અને પાકિસ્તાનનો સલીમ મલિકનું નામ સામેલ છે.

અશરફુલે કોલંબોમાં 17 વર્ષ 61 દિવસની ઉંમરમાં શ્રીલંકા વિરૂદ્ધ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ સિવાય હેમિલ્ટને હરારેમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 17 વર્ષ અને 352 દિવસની ઉંમરમાં પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.

સલીમે શ્રીલંકા વિરૂદ્ધ કરાચીમાં 18 વર્ષ અને 323 દિવસની ઉંમરમાં ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી. પૃથ્વીએ 18 વર્ષ અને 329 દિવસની ઉંમરમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.

પૃથ્વી શૉ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા સદી ફટકારનાર 15મો ભારતીય બેટ્સમેન છે. આ પહેલા રોહિત શર્માએ નવેમ્બર 2013માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ કોલકાતાના ઇડન ગાર્ડનમાં પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં સદી બાદ ટેસ્ટમાં પણ સદી ફટકારનાર પ્લેયર

ગુંડપ્પા વિશ્વનાથ (ભારત)
ડર્ક વેલ્હમ (ઓસ્ટ્રેલિયા)
પૃથ્વી શૉ (ભારત)