S-400 ડીલઃ ભારતની સામે USની ડિફેન્સ સિસ્ટમ બનશે સાવ કમજોર; ટ્રમ્પે આપી ચેતવણી

0
56
/news/INT-AME-HDLN-us-unease-as-putin-seeks-india-arms-deals-gujarati-news-5965674-PHO.html?
/news/INT-AME-HDLN-us-unease-as-putin-seeks-india-arms-deals-gujarati-news-5965674-PHO.html?

ઓગસ્ટ-2017માં રશિયાની આ આધુનિક ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ધ્યાનમાં રાખી કાટસા (Countering America’s Adversaries Through Sanctions Act – CAATSA)ને મંજૂરી આપી હતી.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રતિબંધની ચેતવણી છતાં ભારત અને રશિયા S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડીલ પર સહમતિ કરવા માટે તૈયાર છે. પાંચ બિલિયન ડોલરની આ મેગા ડિફેન્સ ડીલ અમેરિકા કાટસા પ્રતિબંધ ( કાઉન્ટરિંગ અમેરિકન એડવર્સરિઝ થ્રૂ સેક્શન્સ – CAATSA) લગાવી શકે છે. ગત મહિને અમેરિકાએ ચીન પર આ જ પ્રતિબંધ લગાવ્યો હતો. તે સમયે ચીને રશિયા પાસેથી ફાઇટર જેટ્સ અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી. S-400 મિસાઇલ સિસ્ટમ અમેરિકાના દંડાત્મક પ્રતિબંધના દાયરામાં છે. અમેરિકાએ ભારત સહિત પોતાના મિત્ર દેશોને રશિયા સાથે આ સિસ્ટમની લેવડ-દેવડને બંધ કરવાનું કહ્યું છે.

ત્રણ દેશો સાથે લેવડ-દેવડ પર પ્રતિબંધ

– અમેરિકાનું કહેવું છે કે, આ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદીથી તેઓના કાટસા નિયમનું ઉલ્લંઘન થશે. અમેરિકાએ આ ઘરેલૂ કાયદા હેઠળ જો કોઇ દેશ ઇરાન, નોર્થ કોરિયા અથવા રશિયા સાથે મહત્વપૂર્ણ લેવડ-દેવડ રાખે છે તો તે અમેરિકન પ્રતિબંધોનો શિકાર બનશે.
– જો કે, એવા પણ સમાચાર છે કે, અમેરિકા તેમાં ભારતને રાહત આપી શકે છે. અહીં એ સમજવું જરૂરી છે કે, અમેરિકા રશિયાના આ મિસાઇલ સિસ્ટમને લઇને ચિંતામાં કેમ છે?

PAKના કોઇ પણ હુમલાને રોકવા S-400 છે સક્ષમ, શા માટે ચીન ચિંતામાં?

અમેરિકા નથી ઇચ્છતું કે આ ડીલ ના થાય

– ડિફેન્સ એક્સપર્ટ્સ અનુસાર, અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા પાસેથી આ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી ના કરે. યુએસની ચિંતા છે કે, S-400નો ઉપયોગ અમેરિકન ફાઇટર જેટ્સની સ્ટીલ્થ (ગુપ્ત) ક્ષમતાઓને ટેસ્ટ કરવા માટે કરવામાં આવે છે.
– એવું માનવામાં આવે છે કે, આ સિસ્ટમથી ભારતને અમેરિકન જેટ્સનો ડેટા મળી શકે છે. અમેરિકાને એવો પણ ડર સતાવી રહ્યો છે કે, આ ડેટા રશિયા અથવા દુશ્મ દેશને લીક કરવામાં આવશે.

અમેરિકન ડિફેન્સ સિસ્ટમના ટ્રેક્સ વિશે મળી શકે છે જાણકારી

– ડિફેન્સ એક્સપર્ટ્સ અનુસાર, S-400 સિસ્ટમના ઉપયોગથી અમેરિકાના F-35sથી જોડાયેલા રડાર ટ્રેક્સની ઓળખ કરવામાં કરી શકાય છે. ઉપરાંત તેનાથી F-35 કોન્ફિગરેશન અંગે પણ જાણકારી મેળવી શકાય છે.
– એક માહિતી અનુસાર, F-35 લાઇટનિંગ 2 જેવા અમેરિકન એરક્રાફ્ટમાં સ્ટીલ્થના તમામ ફિચર્સ નથી. આ પ્રકારના પ્લેનને કંઇક એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે આગળથી રડાર નેટવર્કમાં પકડાઇ ના શકે. પરંતુ સાઇડ અને પાછળથી આ એરક્રાફ્ટ સંપુર્ણ રીતે સ્ટીલ્થ નથી.
– S-400 સિસ્ટમના રડાર F-35ને ડિટેક્ટ અને ટ્રેક કરી શકે છે.

અમેરિકન સિસ્ટમ્સનું માર્કેટ કમજોર થઇ રહ્યું છે

– અમેરિકાની ચિંતા એ વાતને લઇને પણ છે કે, ભારત જ નહીં, અન્ય દેશો પણ એસ-400 સિસ્ટમને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
– એવામાં સ્પષ્ટ છે કે, અમેરિકાની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માર્કેટ શૅર્સ ગુમાવી રહ્યું છે. જો અનેક દેશોને એસ-400 મળે છે તો કોઇ પણ અમરિકન સિસ્ટમ તેની ટક્કર નહીં લઇ શકે.

ભારતનો ટ્રેક રેકોર્ડ અનુસાર અમેરિકાની ચિંતા વ્યર્થ

– અમેરિકાને ડર છે કે, ભારત તેની મદદથી અમેરિકન જેટ્સનો ડેટા એકઠો કરી શકે છે. સાથે જ એ પણ કે આ ડેટા રશિયા અથવા અન્ય દેશને લીક પણ કરી શકે છે.
– જો કે, સરકારી સૂત્રોનું માનવું છે કે, અમેરિકાની આ ચિંતા અકારણ છે. ભારતનો ટ્રેક રેકોર્ડ કોઇ અન્ય દેશની માફક નથી રહ્યો, જે એક દેશમા ટેક્નોલોજીને અન્ય દેશને ટ્રાન્સફર કરતો હોય.
– અમેરિકા જ નહીં, વિશ્વનો અન્ય કોઇ પણ દેશ આ પ્રકારના આરોપ લગાવી શકે નહીં.
– અમેરિકા છેલ્લાં દોઢ દાયકાથી ભારતને ડિફેન્સ સિસ્ટમ વેચી રહ્યું છે અને કોઇ પણ ટેક્નિકલ માહિતી અન્ય દેશ સુધી નથી પહોંચી.
– હકીકતમાં, રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાયલથી સમાન રૂપે મળેલા સૈન્ય ઉપકરણોએ ભારતીય સેના માટે મોટી ભૂમિકા ભજવી છે.

શું છે કાટસા કાયદો?

– અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટમાં રશિયાની આ આધુનિક ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ધ્યાનમાં રાખીને કાટસા કાયદાને મંજૂરી આપી હતી.
– અમેરિકાએ રશિયાને આંતરારષ્ટ્રીય સ્તરે અમેરિકાના હિતો વિરૂદ્ધ કામ કરવાથી રોકવા માટે આ કાયદો (Countering America’s Adversaries Through Sanctions Act – CAATSA) તૈયાર કર્યો છે.
– ઉલ્લેખનીય છે કે, અમેરિકાના આ કાયદાને રશિયાની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
– જેમાં 2014માં રશિયાની તરફથી યુક્રેન પર હુમલો કરીને ક્રિમિયા પર કબ્જો કરવો, સીરિયા ગૃહયુદ્ધમાં સામેલ થવા અને 2016ના અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણીમાં દખલ પણ સામેલ છે.

/news/INT-AME-HDLN-us-unease-as-putin-seeks-india-arms-deals-gujarati-news-5965674-PHO.html?
/news/INT-AME-HDLN-us-unease-as-putin-seeks-india-arms-deals-gujarati-news-5965674-PHO.html?