પરપ્રાંતીયો પર હુમલા: નરોડા- ઓઢવ- કઠવાડા GIDCમાં પોલીસની ફ્લેગમાર્ચ, કામદારો સાથે કરી મિટિંગ

0
200
news/MGUJ-AHM-HMU-LCL-non-gujarati-attacked-police-flag-march-in-odhav-naroda-kathwada-gidc-gujarati-news
news/MGUJ-AHM-HMU-LCL-non-gujarati-attacked-police-flag-march-in-odhav-naroda-kathwada-gidc-gujarati-news

ગુજરાતમાં પરપ્રાંતીય પર થતા હુમલા બાદ પરપ્રાંતીયો હિજરત કરી રહ્યાં છે. તેમજ શહેરમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો ન બને તે માટે અમદાવાદ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે અને ફ્લેગ માર્ચ કરી રહી છે. આજે સતત ચોથા દિવસે પોલીસ અમદાવાદના પૂર્વી વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. એસીપી સહિતના પોલીસ અધિકારીઓ નરોડા- ઓઢવ અને કઠવાડા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતીયો સાથે મિટિંગ કરીને તેમને કોઈપણ પ્રકારની ચિંતા ન કરવા અને ભયમુક્ત રહેવા માટે સમજાવ્યા હતા.

નરોડા- ઓઢવ- કઠવાડા જીઆઈડીસીમાં પોલીસની ફ્લેગ માર્ચ

અમદાવાદના પૂર્વી વિસ્તારોમાં આજે પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી. એસીપી સહિતના પોલીસ અધિકારીઓ 15 ગાડીઓ સાથે નરોડા જીઆઈડીસી, ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિંગરવા-કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી હતી અને ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો સાથે મિટિંગનું આયોજન કર્યું હતું.

માનવ અધિકાર પંચે મુખ્ય સચિવ અને પોલીસ વડાને આપી નોટીસ

રાજ્યમાં હાલ ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા મામલે હવે માનવ અધિકાર પંચ પણ સક્રિય થયું છે. ઘટનાના 8 દિવસ બાદ સક્રિય થયેલા માનવ અધિકાર પંચે મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને નોટિસ પાઠવી છે. તેની સાથે સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પણ નોટીસ મોકલવામાં આવી છે. આ મામલે માનવ અધિકાર પંચે 20 દિવસની અંદર સંપૂર્ણ વિગતનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

પરપ્રાંતીયો પરના હુમલાને લઈ શું કહ્યું હતું પોલીસ વડાએ

તાજેતરમાં પરપ્રાંતીયો પરના હુમલાઓ મામલે ડીજીપી શિવાનંદ ઝાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, હુમલાની ઘટનાઓ ચલાવી લેવામાં નહીં આવે, પરપ્રાંતીય લોકો કામ કરતા હોય તે સ્થળે સુરક્ષામાં વધારો કરવામાં આવશે. તોફાની તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

મુખ્ય સચિવે કડક પગલા લેવા આપી હતી સૂચનાઓ

જ્યારે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હુમલાઓ અટકાવવા અને કડક પગલા ભરવાની સૂચનાઓ આપી હતી.

news/MGUJ-AHM-HMU-LCL-non-gujarati-attacked-police-flag-march-in-odhav-naroda-kathwada-gidc-gujarati-news
news/MGUJ-AHM-HMU-LCL-non-gujarati-attacked-police-flag-march-in-odhav-naroda-kathwada-gidc-gujarati-news