રાઇફલ ક્લબ અને આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ઈમમોર્ટલ મેલોડીઝ” દ્વારા 12મી મેની સાંજ અવિસ્મરણીય બની રહી. મધર્સ ડેના શુભ અવસર પર રાઇફલ ક્લબના જનરલ સેક્રેટરી મનીષભાઈ પટેલ અને આર્ક ઇવેંટ્સના ડૉ. મિતાલી નાગ દ્વારા આયોજિત આ ઇવેન્ટ રાઈફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે યોજાઈ હતી અને આ મ્યુઝિકલ ઈવેન્ટ પ્રેક્ષકોની અપેક્ષાઓ સુધી પહોંચી.
ઈન્ટરનેશનલ વર્સટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગે પોતાના મધુર અવાજથી ઉપપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. તેમની સાથે શિવાંગ દવે, મનદીપ દેવાશ્રયી, વિશ્રાંતિ વૈષ્ણવ વગેરે અવ્વ્લ કક્ષાના ગાયકોના અવાજથી ઇવેન્ટમાં ચાર ચાંદ લાગી ગયા. આ અદ્દભૂત ગાયકોએ “દિલ હૂમ હૂમ કરે”, “સોલહ બરસ કી”, “યેહ દિલ તુમ બિન” અને “આકે તેરી બાહોં મેં” જેવાં ક્લાસિક મેલોડીઅસ સોન્ગ્સથી પ્રેક્ષકો ને મંત્રમુગ્ધ કરી દીધા . આ દરેક સિંગર્સની વર્સટાલિટી અને મેગ્નેટિક સ્ટેજ પ્રેઝેન્સથી શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા.
ગાયકોની સાથે મિતેષ દેસાઈ અને તેમની ટીમના ઓર્કેસ્ટ્રા પરફોર્મન્સથી ઇવેન્ટ વધુ યાદગાર બની હતી. આ મ્યુઝિકલ નાઇટનું સુંદર સંચાલન ઝીશાન અબ્બાસીએ કર્યું હતું.
આ કાર્યક્રમ દ્માત્ર સંગીતના શાશ્વત આકર્ષણની જ ઉજવણી ન હતી પરંતુ એકતા અને આનંદની અતૂટ ભાવનાનો સાક્ષી પણ હતો. સંગીત જીવનના તમામ ક્ષેત્રના લોકોને એકસાથે લાવે છે. કાર્યક્રમ નો પડદો પડતાં અભિભૂત થયેલા શ્રોતાઓ કાર્યક્રમ ના યાદગાર ગીતો ગણગણતા બહાર નીકળ્યા હતા.
મધર્સ ડેના ઉપક્રમે રાઇફલ ક્લબ અને આર્ક ઈવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ઈમમોર્ટલ મેલોડીઝ”થી પ્રેક્ષકો બન્યા મંત્રમુગ્ધ
Date: