ઝાયડસ સીતાપુર હોસ્પિટલમાં અત્યાધુનિક ‘કૅથ લેબ’ ફેસીલિટી, મારુતિ સુઝુકીની સીએસઆર પહેલ અદ્યતન કાર્ડિયાક કેર સુવિધા સાથે સમુદાયની સેવા કરવાનું એક વર્ષ પૂર્ણ કરે છે અને પ્રદેશમાં નિર્ણાયક ત્રીજા તબક્કાની કેર મેળવવા માટેની તક સુનિશ્ચિત કરે છે.
રૂ. 5.6 કરોડના રોકાણ સાથે સ્થપાયેલ., કૅથ લેબને કંપનીની સીએસઆર પહેલ હેઠળ મારુતિ સુઝુકી દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
અત્યાધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ અને નિષ્ણાત હેલ્થકેર પ્રોફેશનલ્સની ટીમ દ્વારા સંચાલિત, હોસ્પિટલ જનરલ મેડિસિન, ઓર્થોપેડિક્સ, ટ્રોમા, ગાયનેકોલોજી, યુરોલોજી, નેફ્રોલોજી અને ડાયાલિસિસ જેવી અનેક અદ્યતન ક્લિનિકલ સુવિધાઓ પ્રદાન કરે છે. કૅથ લેબ એપ્રિલ 2023 માં રજૂ કરવામાં આવી હતી.
કૅથ લેબના પ્રથમ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા પર સંબોધતા, શ્રી રાહુલ ભારતીએ, એક્ઝિક્યુટિવ ઓફિસર – કોર્પોરેટ અફેર્સ, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ જણાવ્યું હતું કે, “અમારા પ્લાન્ટની આસપાસના સમુદાય માટે ત્રીજા તબક્કાની આરોગ્યસંભાળ સુલભ બનાવવાની પ્રેરણા સાથે બનાવવામાં આવી છે, કંપનીએ ઝાયડસ સીતાપુર, મલ્ટી-સ્પેશિયાલિટી 110 પથારીવાળી હોસ્પિટલ સ્થાપવા માટે કુલ રૂ. 160 કરોડનું રોકાણ કર્યું. આ એક રસપ્રદ દાખલો છે કે કેવી રીતે એક કોર્પોરેટ અત્યાર સુધીના નિર્જન સ્થળે હકારાત્મક હસ્તક્ષેપ કરી શકે છે અને તેને સમુદાય અને કર્મચારીઓ માટે અનુકૂળ સ્થળ બનાવી શકે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3 સાથે ખભેખભો મિલાવે છે જે સારા આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને લોકોની સુખાકારીને પ્રોત્સાહન આપે છે, કૅથ લેબનું લોન્ચિંગ આ પ્રદેશમાં કાર્ડિયાક સારવાર માટે ઘર આંગણેના ઍક્સેસ સાથે સ્થાનિક હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
શ્રી ભારતીએ ઉમેર્યું, “અમારા પ્રયાસોએ પ્રતિષ્ઠિત આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઓછી આવક ધરાવતા 240 હૃદયના દર્દીઓની સેવા કરવામાં પણ મદદ કરી છે.”
2021 માં શરૂ થયેલી ઝાયડસ સીતાપુર હોસ્પિટલ એ પ્રદેશની પ્રથમ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. તેને મારુતિ સુઝુકી દ્વારા તેની સીએસઆર પહેલ હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ઝાયડસ ગ્રુપની એક શાખા રમણભાઈ ફાઉન્ડેશન દ્વારા હોસ્પિટલનું વ્યવસ્થાપન અને સંચાલન કરવામાં આવે છે. હોસ્પિટલે તેની સસ્તું અને વિશિષ્ટ આરોગ્યસંભાળ સેવાઓ સાથે નજીકના ગામોના 15 લાખથી વધુ લોકો સુધી પહોંચવાની સાથે આ પ્રદેશમાં આરોગ્ય સંભાળમાં પરિવર્તન લાવી દીધું છે. પહેલાં લોકોને ગુણવત્તાયુક્ત બીજા તબક્કાની અને ત્રીજા તબક્કાની તબીબી સંભાળ મેળવવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી.
ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પ્રદાતાના પ્રતીક તરીકે, હોસ્પિટલને એનએવીએચ (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ) સર્ટિફિકેટ સાથે માન્યતા પ્રાપ્ત છે અને તેને તાજેતરમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ક્યુસીઆઈ) દ્વારા ગોલ્ડ ક્વોલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
મારુતિ સુઝુકી ઝાયડસ સીતાપુર હોસ્પિટલ દ્વારા એમએસઆઈએલની ગુજરાત ફેસીલિટીની આસપાસના લગભગ 400 ગામોના રહેવાસીઓને ઉચ્ચ ગુણવત્તાની કાર્ડિયાક કેર પહોંચાડવામાં આવે છે
Date: