ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ ગઈ છે. તેને મઝગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવી છે. આ સબમરિનનું નામ Arowana રાખવામાં આવ્યું છે. તેની ડીઝાઈન અને ઉત્પાદન બંને એમડીએલ દ્વારા કરવામાં આવી છે.
પ્રુફ ઓફ કોન્સેપ્ટ તરીકે વિકસિત કરવામાં આવી છે સબમરિન
આ સબમરિનને પ્રુફ ઓફ કોન્સેપ્ટ તરીકે વિકસિત કરવામાં આવી છે, જેથી વિશ્વને ખ્યાલ આવે કે ભારત પણ આ પ્રકારની સબમરિન જાતે તૈયાર કરી શકે છે. જેનો ફાયદો માત્ર સમુદ્રી તપાસમાં જ નહીં પણ ચૂપચાપ દરિયાની અંદર યુદ્ધ લડવા માટેની ક્ષમતામાં વધારો કરે છે. જે અંડરવોટર વોરફેર ટેક્નોલોજીનું મજબુત પૂરાવો છે. તેના દ્વારા ઓછા કમાન્ડોની સાથે કોઈ પણ પ્રકારે મિલિટરી ઓપરેશન કે ગુપ્ત મિશનને પણ પાર પાડી શકાય છે.