પીએમનો સી-પ્લેન કાર્યક્રમ રદ, બાળપણમાં મગરમચ્છ સામે લડતા સાહેબ હવે કેમ મગરથી ડરે છેઃ હાર્દિક પટેલ

0
40
ews/MGUJ-AHM-HMU-LCL-in-childhood-narendra-modi-fight-with-crocodile-but-now-why-feared-out-hardik-patel-gujarati-news-597181
ews/MGUJ-AHM-HMU-LCL-in-childhood-narendra-modi-fight-with-crocodile-but-now-why-feared-out-hardik-patel-gujarati-news-597181

આગામી સરદાર જયંતિ એટલે કે 31 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રમિતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાપર્ણ કરવાના છે. જેના માટે તેઓ સી-પ્લેનમાં આવીને નર્મદા ડેમ વિસ્તારના તળાવ નં-૩માં ઉતરાણ કરવાનું આયોજન કર્યું હતું. જોકે ત્યાર બાદ નર્મદા ડેમ સાઈટ પર તળાવ નંબર-ત્રણમાં વધુ પડતા મગર હોવાને કારણે સી-પ્લેનની સવારી રદ કરવામાં આવી છે. આ અંગે આજે પાસ કન્વીનર હાર્દિક પટેલે પીએમના સી-પ્લેન ઉતરાણ પર કટાક્ષ કરતા ટ્વિટ કરીને કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીજી ગુજરાતના નર્મદા કિનારે સી-પ્લેન ઉતારવાના હતા. પરંતુ નદીમાં મગરમચ્છ હોવાને કારણે હવે સી-પ્લેનથી ઉતરશે નહીં. મને હાલ જ યાદ આવ્યું કે, બાળપણમાં સાહેબ મગરમચ્છ સાથે લડી લેતા હતાં, એવું મીડિયાએ કહ્યું હતું. હવે તો બાળ નરેન્દ્ર પણ મોટા થઇ ગયા છે. તો પછી મગરમચ્છથી ડર કેમ?

नरेन्द्रभाई मोदी जी गुजरात के नर्मदा किनारे सी-प्लेन से उतरने वाले थे लेकिन नदी में मगरमच्छ होने के कारण अब सी-प्लेन से नहीं उतरेंगे.मुझे अभी याद आया की बच्चपन में साहब मगरमच्छ से लड़ लेते थे एसा मीडिया ने कहा था.अब तो बाल नरेंद्र बड़े भी हो गए हैं।तो फिर मगरमच्छ से डर क्यूँ ??

એકતા યાત્રાનો કરાશે વિરોધઃ હાર્દિક પટેલ

માત્ર એટલું જ નહીં, હાર્દિક પટેલે આજથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં એકતા યાત્રાનો પણ વિરોધ કર્યો છે. રાજકોટમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, એકતા યાત્રામા રથની અંદર કોઈ ભાજપના નેતાનો ફોટો હશે તો તેનો વિરોધ કરવામાં આવશે.તેણે ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવાની ચીમકી આપી હતી. હાર્દિકે કહ્યું હતું કે સરદાર સાહેબ ખેડૂતોની ચિંતા કરતા હતા. તેણે એકતા યાત્રા રથમાં ખેડૂતોના ફોટા મુકવા માંગ કરી હતી.