રાષ્ટ્રપતિને મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું, ’18મી લોકસભાની રચના થવા જઈ રહી છે. 18મી લોકસભા નવી ઉર્જા અને કંઈક કરવા માટેની લોકસભા હશે. આ તે 25 વર્ષ છે જે અમૃતકાલના 25 વર્ષ છે. અમે એ સપનાઓ પૂરા કરવાના છીએ
#WATCH | Narendra Modi says, "…The President called me just now and asked me to work as the PM designate and she has informed me about the oath ceremony. I have told the President that we will be comfortable on the evening of the 9th of June. Now the Rashtrapati Bhavan will… pic.twitter.com/WLgn4G3R9L
— ANI (@ANI) June 7, 2024
18th Lok Sabha will work for Amrit Kaal, says Modi after staking claim to form govt for 3rd time: President Droupadi Murmu on Friday formally invited senior Bharatiya Janata Party (BJP) leader Narendra Modi to form the Union government for the third consecutive time. This came hours after a BJP-led National Democratic Alliance (NDA) meet where leaders of the bloc proposed Modi’s name as the leader of its Parliamentary Party as well as Leader of the Lok Sabha, making him the PM-elect.
નવી દિલ્હી:
લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા બાદ નવી સરકાર રચવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં એનડીએમાં સામેલ પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પક્ષોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સર્વાનુમતે સંમતી આપી દીધી છે, ત્યારે નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ (President Droupadi Murmu) સાથે મુલાકાત કરી હતી, જેમાં રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. મોદી 9મી જૂને શપથગ્રહણ કરશે. આ પહેલા શુક્રવારે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં નરેન્દ્ર મોદીને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્વારા સરકાર રચવાનું આમંત્રણ મળ્યા બાદ મોદીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું હતું, કે ‘હું આ અવસર માટે દેશનો આભાર પ્રગટ કરું છું. હું દેશવાસીઓને વિશ્વાસ આપવું છું કે 18મી લોકસભાના પાંચ વર્ષના કાર્યકાળમાં અમે ગતિ અને સમર્પણભાવથી દેશની આશા અને અપેક્ષા પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.’ તેમણે કહ્યું હતું કે, ‘2014માં હું નવો હતો. આમારી ટીમ માટે ઘણું બધુ પહેલી વખત થઈ રહ્યું હતું. આ 10 વર્ષનાં કાર્યકાળ દરમિયાન ભારતની વૈશ્વિક જે છબી બની છે, દુનિયા માટે ભારત વિશ્વબંધુ તરીકે ઉભર્યું છે તેનો સૌથી વધારે ફાયદો હવે મળી રહ્યો છે. વૈશ્વિક પરિવેશમાં પણ હવેનાં 5 વર્ષ ભારત માટે મહત્વનાં રહેશે. દુનિયા અનેક સંકટ અને વિપત્તિઓમાંથી પસાર થઈ રહી છે. દુનિયાએ આવી સમસ્યાઓ ઘણી ઓછી જોઈ છે અને દરેક દેશ પોતાને બચાવી રાખવા માટે પડકારો ઝીલી રહ્યો છે. આટલા બધા સંકટો વચ્ચે પણ ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થ વ્યવસ્થા તરીકે ઊભરી રહ્યો છે. તેનાં કારણે દુનિયાનું ભારત તરફ વળવું પણ બહુ ઝડપથી આગળ વધશે. તેનો લાભ દેશનાં લોકોને અને યુવા પેઢીને મળશે. આ પહેલા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને મહારાષ્ટ્રના એનડીએ નેતાઓને ધડાધડ બેઠકો યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારની નવી કેબિનેટમાં એનસીપીના એક મંત્રીને મંત્રીપદ આપવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, પ્રફુલ પટેલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી વડા અજિત પવાર ઉપસ્થિત રહ્યા હતા. મોદીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પહેલા એનડીએ ડેલિગેશને રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ ડેલિગેશનમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતીશ કુમાર, એકનાથ શિંદે સહિત તમામ નેતાઓ સામેલ હતા. રાષ્ટ્રપતિને મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું, ’18મી લોકસભાની રચના થવા જઈ રહી છે. 18મી લોકસભા નવી ઉર્જા અને કંઈક કરવા માટેની લોકસભા હશે. આ તે 25 વર્ષ છે જે અમૃતકાલના 25 વર્ષ છે. અમે એ સપનાઓ પૂરા કરવાના છીએ. 18મી લોકસભા આ બધાની પરાકાષ્ઠા છે. અમને ત્રીજી વખત દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે. હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું ખાતરી આપું છું કે છેલ્લા બે ટર્મમાં દેશે જે ઝડપે પ્રગતિ કરી છે, સમાજના દરેક વર્ગમાં પરિવર્તન સ્પષ્ટપણે જોઈ શકાય છે, 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. 18મી લોકસભામાં અમારા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન અમે સમાન સમર્પણ સાથે દેશની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.