મુઝફ્ફરપુરકાંડ: છોકરીઓ બેભાન થઈ જાય ત્યાં સુધી બળાત્કાર કરતા

0
34
The Supreme Court on Thursday termed as
The Supreme Court on Thursday termed as "horrible", "scary" and "terrible" the details placed before it by the CBI in the Muzaffarpur shelter home case in which several girls were allegedly raped and sexually abused.
Muzaffarpur shelter home: Details of sex abuse incidents 'horrible, scary', says SC
Muzaffarpur shelter home: Details of sex abuse incidents ‘horrible, scary’, says SC

આ કેસમાં તપાસ કરતી સીબીઆઇએ રજૂ કરેલા રિપોર્ટની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી: ૩૦મીએ વધુ સુનાવણી

નવી દિલ્હી: મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સીબીઆઇએ આપેલાં રિપોર્ટની વિગતો જોઇને સુપ્રીમ કોર્ટ પણ હચમચી ગઇ છે. તેણે આ ઘટનાને ‘ત્રાસદાયક’, ‘ભયાવહ’ અને ‘બિહામણું’ ગણાવીને તેની ગંભીર નોંધ લીધી છે. આ આશ્રય ગૃહમાં અનેક છોકરીઓ પર કથિતરીતે બળાત્કાર અને જાતીય સતામણીનો આરોપ છે. સુપ્રીમે આ રિપોર્ટમાં મળેલી વિગતો અંગે જણાવ્યું કે એમાં અનેક ‘આઘાતજનક’ બાબતો જાણવા મળી છે. છોકરીઓ બેભાન થાય થઇ જાય ત્યાં સુધી તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હોવાની વિગતો મળી છે. આમ બિહારમાં સુશાસનનો દાવો કરતી નીતિશ કુમારની સરકાર પર કાળી ટીલી લાગી છે. કોર્ટે જણાવ્યું હતું કે ‘બાળકો પર આવું જુલમ? શું થઇ રહ્યું છે? આ ભયાનક છે. આ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સામે સીબીઆઇએ મુકેલા આરોપો ‘અત્યંત ગંભીર’ છે.’

જસ્ટિસ મદન બી લોકુરની આગેવાની હેઠળની બેન્ચે સીબીઆઇ અને બિહાર સરકારને આદેશ કર્યો છે કે રાજ્યના પૂર્વ મંત્રી મંજૂ વર્માના પતિ ચંદ્રશેખર વર્માનો પત્તો શોધવામાં થયેલા વિલંબ અંગે જણાવવા માટે સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરે.

સુપ્રીમે ગત મહિને પૂર્વ મંત્રી અને તેમના પતિ પાસેથી મળેલા શસ્ત્રોના મોટા જથ્થાની થયેલી કથિત રિકવરીમાં તપાસનો આદેશ આપ્યો હતો. આ કેસને પગલે મંજૂ વર્માએ સામાજિક કલ્યાણ મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. તેમના પતિએ આ વર્ષે જાન્યુઆરી અને જૂન દરમિયાન ઠાકુર સાથે કથિતરીતે અનેક વખત વાતચીત કરી હતી.

સુના‌વણીમાં કોર્ટે જણાવ્યું હતું કે ઠાકુર એક વગદાર વ્યક્તિ છે અને સીબીઆઇ મુજબ તેની પાસે જેલની અંદર મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પ્રથમદ્રષ્ટિએ એવું લાગે છે કે ઠાકુરને બિહારમાં જેલમાં રાખવો યોગ્ય નથી. કોર્ટે કહ્યું હતું કે ‘ઠાકુરની જેલની કસ્ટડી અન્ય રાજ્યમાં ટ્રાંસફર કેમ ન કરાઇ તે જાણવા અંગે શો કોઝ નોટિસ જારી કરો.’ આ કેસની સુનાવણી હવે ૩૦ ઓક્ટોબર પર રાખવામાં આવી છે.

બેન્ચે એવું પણ કહ્યું હતું કે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમને બદલવી ન જોઇએ. આ મામલે કોર્ટને એમિકસ ક્યૂરે તરીકે મદદ કરી રહેલાં એડવોકેટ અપર્ણા ભટે કહ્યું હતું કે આ કેસમાં અત્યારસુધી ૧૭ વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે અને સ્ટેટસ રિપોર્ટમાં સીબીઆઇએ આપેલી વિગતો ‘દુખદ’ છે. આના જવાબમાં બેન્ચે કહ્યું હતું કે ‘દુખદ’? આ અત્યંત દુખદ છે. આ ભયાવહ છે. આ ત્રાસદાયક છે. તમારી રાજ્ય સરકાર શું કરી રહી છે ? તેમ બેન્ચે બિહાર સરકાર વતી હાજર વકીલ રણજીત કુમારને કહ્યું હતું.

સીબીઆઇએ કોર્ટને માહિતી આપી હતી કે રાજ્યના સામાજિક કલ્યાણ વિભાગે કેવીરીતે ઠાકુર દ્વારા ચલાવાતા શેલ્ટર હોમમાંથી થોડીક છોકરીઓને કેવીરીતે શિફ્ટ કરી હતી તેમાં પણ તપાસ કરી રહી છે. શેલ્ટર હોમમાં ૩૦થી વધુ છોકરીઓ પર બળાત્કાર થયો છે. જેમાં છોકરીઓને રાખવામાં આવતી હતી તે ઠાકુરની ચાર માળની ઇમારતની સત્તાવાર મંજૂરી સાથેની છે કે કેમ તેની પણ તપાસ કરવા આદેશ કરાયો છે.