રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૮૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં ૧૦ થી વધુ ચેકડેમો તથા ૨૮ થી વધુ બોર રિચાર્જ થયા છે જેનાથી રાજકોટ શહેરમાં વરસાદી પાણીથી ભૂગર્ભની જળસપાટી ૧૫૦૦ થી ૨૫૦૦ ફૂટ ઉડાય સુધી ખારું તૂરુ અને કડછુ પાણી છે તેના બદલે વરસાદી મીઠા પાણીના તળ ખુબજ ઉંચા આવશે જેનાથી લોકોના આરોગ્યમાં સુધારો થાશે અને પર્યાવરણનું જતન થાશે તો શહેરની અંદર દરેક વોકળામાં ગંદા પાણી બંધ કરી અને વરસાદી શુદ્ધ પાણી રોકવા માટે ૧૨૫ થી વધુ ચેકડેમ બને તેમ છે તો તાત્કાલિક વોકળામાંથી દબાણ દુર થાય તો સરસ મજાના લોકભાગીદારીથી ચેકડેમ તૈયાર થાય સાથે સાથે પાણી પ્રશ્ન દુર થાય.
રાજકોટ કોપર એલીગ્નસ સરોવરનું બાબુ લાઈમ (લુણાગારીયા) પરિવાર તથા હરિભાઈ ચૌહાણ પરિવાર ના આર્થિક સહયોગ થી પોલીસ હેડકવાટર માં બનેલ કોપર એલીગેન્સ સરોવરનું જૈન સમાજના જીવદયા પ્રેમી ડો. ગીરીશભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવે ત્યાં શહેરના મહાનુભાવો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, ગોપાલભાઈ બાલધા,બાબુ લાઈમ (લુણાગારીયા પરિવાર), હરિભાઈ ચૌહાણ પરિવાર, અશોકભાઈ મોલિયા, મનીષભાઈ માયાણી, રતિભાઈ ઠુમ્મર, વિઠ્ઠલભાઈ બાલધા, રમેશભાઈ જેતાણી, વસંતભાઈ લીંબાસીયા, પ્રવીણભાઈ ભુવા, ભરતભાઈ ભીમાણી, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, કાન્તીભાઈ ભૂત, પ્રકાશભાઈ કનેરિયા સતીશભાઈ બેરા, ગુણુભાઈ તેમજ ઘણા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.