હાઇકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે દલીલો યોગ્ય રીતે કરવામાં આવી નહોતી, તેથી રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને રદ કરીએ છીએ. કોર્ટે EDને દલીલ કરવાની પૂરતી તક આપવી જોઈતી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ હાઈકોર્ટે 21 જૂનના રોજ EDની અરજી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે બુધવારે દિલ્હીના સીએમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
હાઇકોર્ટની 5 મોટી ટિપ્પણી:
ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર વિચાર કરી શકાય નહીં, એ સંપૂર્ણપણે અયોગ્ય છે. આ દર્શાવે છે કે ટ્રાયલ કોર્ટે સામગ્રી પર ધ્યાન આપ્યું નથી.
આ બાબતે એક મજબૂત દલીલ કરવામાં આવી હતી કે જજે કલમ 45 PMLAની બેવડી શરતોને ધ્યાનમાં લીધી નથી.
ટ્રાયલ કોર્ટે એવો કોઈ નિર્ણય ન આપવો જોઈએ, જે હાઇકોર્ટના નિર્ણયના વિરુદ્ધ હોય.
ટ્રાયલ કોર્ટે કલમ 70 PMLAની દલીલને પણ ધ્યાનમાં લીધી નથી.
કોર્ટનું એમ પણ માનવું છે કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા માટે જામીન આપ્યા હતા. એકવાર તેમની ધરપકડને પડકારતી અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે, તેથી એમ કહી શકાય નહીં કે કાયદાનું ઉલ્લંઘન કરીને તેમની વ્યક્તિગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું: થોડી રાહ જોવી પડશે.
બીજી તરફ, કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજી પર સોમવારે (24 જૂન) સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી, તેથી એ પહેલાં કોઈ આદેશ આપવો યોગ્ય નથી. જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે હાઇકોર્ટ માટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખવો અસામાન્ય વાત છે. સામાન્ય રીતે સ્ટે પિટિશનમાં નિર્ણય એ જ સમયે સંભળાવવામાં આવે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સુનાવણી 26 જૂન સુધી ટાળી છે.
24 જૂન સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરી હાજર થયા હતા તેમજ, સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ ED વતી દલીલો આપી હતી. 20 જૂને રાત્રે 8 વાગ્યે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. જજ ન્યાય બિંદુની ખંડપીઠે કહ્યું હતું કે ED પાસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી. કોર્ટે કેજરીવાલને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા. કેજરીવાલ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક મુદ્દાઓ પર ED મૌન છે, જેમ કે તેમનું નામ CBI કેસ અથવા ECIR FIRમાં નથી. કેટલાક સહઆરોપીઓના નિવેદન બાદ કેજરીવાલ સામેના આરોપો સામે આવ્યા છે. કોર્ટે અમેરિકાના સ્થાપકોમાંના એક બેન્જામિન ફ્રેન્કલિનના અવતરણનો ઉલ્લેખ કર્યો – ‘એક નિર્દોષને સજા કરવા કરતાં 100 દોષિતને મુક્ત થવા દેવાનું વધુ સારું છે.’