Monday, September 14, 2026
HomeGujaratGCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક...

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક “મેગા બ્લડ ડોનેશન કેમ્પ”

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પખવાડિક કેમ્પના આયોજનમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ જાણીતા વિશાખા ગ્રુપ નો ખુબ સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો.ઉપરોક્ત પખવાડિક કેમ્પના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યમાં, અલગ અલગ સ્થળોએ વિવિધ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પરિણામે GCCIના સંલગ્ન સંગઠનોના સભ્યો અને અન્ય નાગરિકોએ ૧૪00 યુનિટથી પણ વધુ રક્તદાન કરેલ છે. GCCI દ્વારા આયોજિત થનાર આ નિયમિત પ્રવૃત્તિ અન્વયે જાન્યુઆરી ર0રપ ના કેમ્પની સરખામણીમાં આ વર્ષના દાતાઓમાં લગભગ 40% જેટલો નોંધપાત્ર વધારો થયેલ છે જે સામાન્ય જનતાની આ અંગે જાગૃતિ નો પરિચય કરાવે છે.  GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે બધા જ સંલગ્ન સંગઠનોની તેઓ દ્વારા આપવામાં આવેલ ઉત્સાહપૂર્ણ પ્રતિભાવ માટે ખૂબ પ્રશંસા કરી હતી. તેઓએ બધા રક્તદાતાઓને પણ તેઓની સામાજિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે બિરદાવ્યા હતા.આ પ્રસંગે GCCIના સીનીઅર ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ ગાંધીએ વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આ રક્તદાન પખવાડિકમાં સહયોગ આપવા માટે તેમજ તે થકી જરૂરતમંદોને મદદરૂપ થવા માટે વિવિધ સંલગ્ન એસોસિએશનને બિરદાવ્યા હતા.ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સંયોજન થી રક્તદાન પ્રક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે સંસ્થાના સંપૂર્ણ ડિજિટલાઇઝેશન અને નવી તકનીકોના ઉપયોગ બાબતે માહિતી પૂરી પાડી હતી. તેમણે ખાસ કરીને થેલેસેમિયા થી પીડિત બાળકો માટે રક્તદાનની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ભાગ લેનારા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ શિબિરમાં તેમની ભાગીદારી બાબતે ખુબ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તેમજ ભવિષ્યમાં માનવતાના આ સુંદર કાર્ય માટે સંપૂર્ણ સમર્થન ની ખાતરી આપી હતી.  GCCI ના વાઇસ પ્રેસિડેન્ટશ્રી અપૂર્વભાઈ શાહ તેમજ માનદ મંત્રીશ્રી ગૌરાંગભાઈ ભગતે પણ વિવિધ એસોસિએશનના સહયોગ તેમજ રક્તદાતાઓની નિષ્ઠાને બિરદાવતા સુંદર પ્રતિભાવ આપ્યો હતો.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here