કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ શનિવારે તેલંગાનાના હૈદરાબાદમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. આ તકે રાજનાથ સિંહે 2019ની લોકસભા ચૂંટણીને લઈને બની રહેલાં વિપક્ષના મહાગઠબંધન પર જોરદાર કટાક્ષ કર્યાં હતા. ગૃહમંત્રીએ કહ્યું કે જેઓ રાહુલ ગાંધીના નેતૃત્વ પાર્ટીનું ગઠબંધન કરે છે અંતે તેઓ દગો જ ખાશે.
દગો મેળવ્યાં બાદ મીટૂ કેમ્પેન ચલાવવું પડશે- રાજનાથ
– ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, તમામ વિપક્ષી પાર્ટીઓને યાદ કરાવવા માંગુ છું કે જે પણ કોંગ્રેસની સાથે ગયા તેમનો સફાયો થવાથી વિશ્વની કોઈ તાકાત નથી રોકી શકી. અંતે તમામ વિપક્ષી પાર્ટીઓ કે જે કોંગ્રેસની સાથે ગઈ બાદમાં પસ્તાય જ છે.
– રાજનાથ સિંહના જણાવ્યા મુજબ બાદમાં એવી સ્થિતિ ન બને કે તમામ વિપક્ષી પાર્ટીઓ અંદરોઅંદર ગઠબંધન કરી લે અને જ્યારે કોંગ્રેસ દગો આપો તો મીટૂ કેમ્પેન ચલાવવા માટે મજબૂર ન બની જાય.
‘વિપક્ષ પાસે કોઈ જ દેશને હિત માટેનો એજન્ડા જ નથી’
– રાજનાથ સિંહે કહ્યું કે આજે જેવી સ્થિતિ ઊભી થઈ છે, તે તમામ રાજકીય પાર્ટી ભાજપના વધતાં પ્રભાવથી ડરેલી છે. તમામ પાર્ટીઓ મળીને ચૂંટણી લડવા માગે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જેટલું મોટું ગઠબંધન બનાવવું હોય તેટલું મોટું બનાવે અમને કોઈ જ વાંધો નથી પરંતુ એજન્ડા યોગ્ય હોવો જોઈએ. વિપક્ષી પાર્ટીઓની પાસે દેશના હિત સાથે જોડાયેલાં કોઈ જ એજન્ડા નથી. તમામ પાર્ટીઓની પાસે એક જ એજન્ડા છે અને તે છે માત્ર મોદીને રોકવાનો.